ફરીથી ડરાવી રહ્યો છે કોરોના, મહારાષ્ટ્રમાં લોકડાઉનનુ કમબેક, જમાવડા પર રોક, પુણેમાં શાળા કોલેજ બંધ

સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (13:24 IST)
મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોરોના સંક્રમણના વધતા મામલાએ ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે આગામી આઠ દિવસ નક્કી કરશે કે શુ રાજ્યમાં લોકડાઉન લગાવવો પડશે.  વધતા મામલાને જોતા રાજ્યના અમરાવતી જીલ્લામાં સોમવારે એક અઠવાડિયા માટે લૉકડાઉન લગાવી દીધુ છે. પુણેમાં પણ શાળા કોલેજ અને કોચિંગ સંસ્થાનને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે પ્રભાવિત રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટમાં તેજી લાવવાનુ કહ્યુ છે. 
 
લોકોની બેદરકારીથી વધી રહ્યા છે મામલા 
 
સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને સરકારી અધિકારીઓનુ કહેવુ છે કે લોકોની બેદરકારીને કારણે મહારાષ્ટ્ર એકવાર ફરી સંક્રમણની ચપેટમાં આવતુ જોવા મળી રહ્યુ છે. તેમનુ કહેવ છે કે લોકોએ માસ્ક પહે રવુ અને 6 ફુટનુ  શારીરિક અંતર કરવુ છોડી દીધુ છે. 
 
ઉદ્ધવ બોલ્યા - લોકડાઉન નથી જોઈતુ તો માસ્ક પહેરો 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રાજ્યના નામે એક વીડિય સંદેશમાં કહ્યુ,  શુ તમે લોકડાઉન ઈચ્છો છો. આગામી આઠ દિવસ નક્કી કરશે. રાજ્યમાં આજે લગભગ સાત હજાર નવા કેસ મળ્યા છે. જો કોરોનાની હાલત ગંભીર થાય છે તો અમને રાજ્યમાં લોકડાઉન લગાવવુ પડશે. જે લોકો લોકડાઉન ઈચ્છે છે તે માસ્ક વગર આરામથી બહાર ફરી શકે છે અને જે લોકો નથી ઈચ્છતા તે માસ્ક પહેરે અને નિયમોનુ પાલન કરે. 
 
ભીડ ભેગી થવા પર લાગી રોક 
 
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે રાજ્યમાં રાજનીતિક ઘરણા પ્રદર્શનો, રેલીઓ, ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો પર થોડા દિવસ રોક રહેશે,  કારણ કે તેમા ભીડ વધુ હોય છે. બીજી બાજુ ઉદ્ધવ સરકારમાં મંત્રી યશોમતિ ઠાકુરે કહ્યુ કે અમરાવતીમાં 22 ફેબ્રુઆરીમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે, જે એક માર્ચની સવારે આઠ વાગ્યા સુધી રજુ રહેશે. 
 
ચાર અન્ય જીલ્લામાં પણ રોક 
 
અમરાવતી મંડળના ચાર અન્ય જીલ્લા અકોલો, વાશિમ, વુલ્ઢાડા અને યવતમાલમાં પણ કેટલાક રોક લગાવી છે.  જરૂરી સામાનની દુકાનોને છોડીને લોકડાઉનમાં બધી દુકાનો, સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાન, કોચિંગ સેંટર, ટ્રેનિંગ શાળા બંધ રહેશે.  લોકોને સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જ સામાન ખરીદવાની છૂટ મળશે.  અમરાવતીમાં રવિવારે 709 નવા મામલા મળ્યા. 
 
પુણેમાં શાળા કોલેજ બંધ 
 
 
પુણેમાં પણ 28 ફેબ્રુઆરી સુધી બધી શાળા, કોલેજ અને કોચિંગ સેંટર બંધ કરી દેવામાં આવ્યુ છે. રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી જરૂરી સેવાઓ સાથે જોડાયેલ લોકોને છોડીને બાકી લોકોને ઘરેથી નીકળવા પર રોક લાગી છે. વિશેષજ્ઞો અને સરકારી અધિકારીઓનુ કહેવુ છે કે લોકોની બેદરકારીના મામલાવધી રહ્યા છે. લોકોએ માસ્ક પહેરવુ અને છ ફુટનુ અંતર રાખવાનુ છોડી દીધુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6971 નવા કેસ મળ્યા છે અને 35 લોકોના મોત થયા છે. 
 
ગયા વર્ષે એપ્રિલમાં રચાયેલ કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. સંજય ઓકે કહ્યુ કે રાજ્યમાં વધતા મામલાને મહામારીની બીજી લહેર નથી કહી શકાતુ. પણ લોકો રોક અને નિર્દેશોને નથી માની રહ્યા છે. મહારાષ્ટ્રના પ્રધાન સ્વાસ્થ્ય સચિવ પ્રદીપ વ્યાસે કહ્યુ કે લોકોની અનુશાસનહીનતા અને બેદરકારીથી મામલા વધી રહ્યા છે. રાજ્યમાં મામલા વધવાનો દર 600 દિવસથી ઘટીને 393 દિવસ પર આવી ગયો છે.  24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં છ હજારથી વધુ નવા મામલા મળ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર