પાટીદાર અનામત આંદોલન કારી અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલએ જેલમુક્તિ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યા બાદ હવે વહન વ્યવહાર મંત્રી આર. સી ફળદુ ને પત્ર લખીને ગુજરાતીઓને થતી હેરાનગતિ અને પોલીસ સાથેના ઘર્ષણ ને કેમ ઓછુ કરી શકાય તે બાબતે સલાહ આપતો પત્ર લખ્યો છે. જેમાં ઓરીસ્સા હાઈકોર્ટનો તાજેતરનો આદેશ ટાંકીને લોક ડાઉન દરમિયાન લોકોના વાહન જપ્ત નહી કરવા તેમજ દંડ લીધા વગર વાહનો છોડવા બાબતની વાતો કરવામાં આવી છે.
હાર્દિક પટેલ પોતાના પત્રમાં લખે છે કે, લોકડાઉન દરમ્યાન જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદવા માટે બહાર નીકળતા લોકોના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઓડિશા હાઈકોર્ટના આદેશમાં જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી નજીકમાં જીવન જરૂરી ચીજ વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં ન આવે ત્યાં સુધી આવી રીતે વાહનો જપ્ત કરવા તે અયોગ્ય છે.