મહાવીર જયંતિ - સત્ય વિશે મહાવીર સ્વામીના ઉપદેશपुरिसा! सच्चमेव समभिजाणाहि।

રવિવાર, 5 એપ્રિલ 2020 (10:44 IST)
सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥
 
સત્ય વિશે મહાવીર સ્વામી કહે છે કે હે પુરૂષ! તુ સત્યને જ સાચું તત્વ સમજ. જે બુદ્ધિમાન સત્યની જ આજ્ઞામાં રહે છે તે મૃત્યુને તરીને પાર કરી જાય છે.
 
निच्चकालऽप्पमत्तेणं मुसावायविवज्जणं।
भासियव्वं हियं सच्चं निच्चाऽऽउत्तेणदुक्करं॥
 
તેઓ કહે છે પ્રમાદમાં પડ્યાં વિના હંમેશા અસત્યનો ત્યાગ કર. સાચું બોલ. લોકોનું હિત કરે તેવું બોલ. હંમેશા આવું સત્ય બોલવું મુશ્કેલ હોય છે.
 
अप्पणट्ठा परट्ठा वा कोहा वा जइ वा भया।
हिंसगं न मुखं बूया नो वि अन्नं वयावए॥
 
મહાવીરજી કહે છે ના તો પોતાના લાભ માટે જુઠુ બોલો કે ન તો બીજાના. ક્રોધમાં આવીને પણ જુઠ ન બોલશો અને ભયમાં આવીને પણ જુઠ ન બોલશો. અન્યને કષ્ટ આપનાર ના પોતે અસત્ય બોલવું જોઈએ કે ન બીજાઓની પાસે અસત્ય બોલાવડાવું જોઈએ.
 
तहेव फरुसा भाषा गुरुभूऔवघाइणी।
सच्चा वि सा न वत्तव्वा जओ पावस्स आगमो॥
 
તેઓ કહે છે કે જો સાચી વાત પણ કડવી હોય, તેનાથી કોઈને દુ:ખ પહોચતું હોય, પ્રાણીઓની હિંસા થતી હોય તો તે ન બોલવું જોઈએ. તેનાથી પાપનું આગમાન થાય છે.
 
तहेव काणं काणे त्ति पंडगं पंडगे त्ति वा।
वाहियं वा वि रोगि त्ति तेणं चोर त्ति नो वए॥
 
મહાવીરજીએ તો અહીંયા સુધી કહ્યું છે કે કાણાને કાણો કહેવો, નપુંસકને નપુંસક કહેવો, રોગીને રોગી કહેવો, ચોરને ચોર કહેવો આ બધી વાતો તો સત્ય છે પરંતુ તેવું કહેવું યોગ્ય નથી. આ લોકોને દુ:ખ થાય છે.
 
मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा।
वाया दुरुत्ताढि दुरुद्धराणि, वेराणुबन्धीणि महब्भयाणि॥
 
મહાવીરજી કહે છે કે લોખંડનો સળીઓ ઘુસી જાય તો થોડીક વાર જ દુ:ખ થાય છે અને તે સરળતાથી નીકળી પણ જાય છે. પરંતુ વ્યંગ્ય બાણનો કાંટો જો એક વખત હૃદયની અંદર ઘુસી જાય તો તેને ક્યારેય પણ કાઢી નથી શકાતો. તે વર્ષો સુધી અખળતો રહે છે. તેનાથી વેર ઉભા થાય છે અને ભય ઉત્પન્ન થાય છે.
 
अपुच्छिओ न भासेज्जा भासमाणस्स अन्तरा।
विट्ठिमंसं न खाएज्जा मायामोसं विवज्जए॥
 
તેમણે એવું પણ કહ્યું છે કે કોઈના પુછ્યા વિના જવાબ પણ ન આપશો અને બીજા કોઈની વચ્ચે બોલશો પણ નહી. પીઠ પાછળ કોઈની નિંદા પણ ન કરશો. બોલવામાં પણ કપટ ન ભરશો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર