ભારતીય એથ્લેટ ડોપીંગ ટેસ્ટને કારણે બહાર

બુધવાર, 6 ઑગસ્ટ 2008 (15:42 IST)
બેઝીંગ ઓલિમ્પિક શરૂ થવાને ગણતરીનાં દિવસો બાકી છે, ત્યાં ભારતીય વેઈટલીફ્ટર એલ.મોનિકા દેવીને ડોપીંગ ટેસ્ટને કારણે ઓલિમ્પિક ટીમની બહાર કાઢી દેવામાં આવી છે.

શુક્રવારથી શરૂ થતાં બેઝીંગ ઓલમ્પીકમાં મોનિકા દેવી ભારત તરફથી વેઈટલીફ્ટીંગની સ્પર્ધામાં ભાગ લેનાર એકમાત્ર પ્રતિસ્પર્ધી હતી. મોનિકા દેવીનાં ડોપીંગ ટેસ્ટમાં તે એનાબોલિક સોલ્ટનાં સેવનની દોષી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલિમ્પિક ટીમ ગુરૂવારે રવાના થવાની છે.

આ અગાઉ પણ ભારતનાં વેઈટલીફ્ટરો ડોપીંગ ટેસ્ટને કારણે પ્રતિબંધનો સામનો કરી ચુક્યાં છે. છેલ્લા બે મહિનામાં ડોપીંગ ટેસ્ટમાં દોષી જાહેર થનાર મોનિકા દેવી ચોથી ભારતીય વેઈટલીફ્ટર છે. તો ઉલ્લેખનીય છે કે આ અગાઉ રશિયાનાં પણ સાત એથ્લેટો ડોપીંગ ટેસ્ટમાં દોષી જણાતાં તેમનું નામ ઓલિમ્પિક ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો