પાકમાં બસ પર હુમલો - 8ના મોત

ભાષા

ગુરુવાર, 1 નવેમ્બર 2007 (19:54 IST)
ઇસ્લામાબાદ (ભાષા) પાકિસ્તાનના પંજાબ પ્રાતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એરફોર્સની બસ પર આતંકવાદીઓ ઘ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવતા 5 વ્યકિતઓના કરુણ મોત નિપજયા છે જયારે ૪૦ જેટલા ઘાયલ થઈ ગયા છે. જેમાં બીન સતાવાર આકડા મુજબ 8ના મોત થયા છે અને હજુ મૃતકોની સંખ્યા વધી શકે તેમ છે.

સરગોધા જિલ્લાના પોલિસ ઓફિસર વસીમ અહેમદ સયાલના જણાવ્યાં મુજબ ફૈસલાબાદ- સરગોધા રોડના મીઠા માસૂમ વિસ્તારમાં રડાર ફેસીલીટી તરફ જઈ રહેલી એરફોર્સની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. બસમાં એરફોર્સના કર્મચારીઓ હતાં. હુમલાવર મોટરસાઈકલ પર સવાર હતો અને બસને જોતા જ તે બસ સાથે ટકરાઈ ગયો હતો.

હુમલા બાદ લાગેલી આગમાં આઠ વ્યકિતઓના મોત નિપજયાં હતાં. બાજૂમાંથી પસાર થઈ રહેલી સ્કૂલબસ પણ આ બનાવની ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં ૩ બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતાં. નોંધનીય છે કે પાકિસ્તાનની ફોજ પર ત્રણ જ દિવસોમાં આ બીજૉ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે.

અગાઉ મંગળવારે રાવલપિંડીમાં જનરલ તારીક મજીદના ઘર પાસે બોમ્બરે પોતાની જાતને બોમ્બથી ઉટાવી દીધી હતી. ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ બાદ રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં ૨૭મી ઓકટોબરથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. સંસ્થા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે હુમલા કરવા માટે આત્મઘાતી હુમલાવરો આ બે શહેરોમાં દાખલ થઈ ચૂકયા છે.

સરકારે આ હુમલા બાબતે તપાસ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવાના આદેશો આપી દીધા છે.

વેબદુનિયા પર વાંચો