અમે વાત કરી રહ્યા છીએ મારૂતિની અર્ટિગાની... મારૂતિની આ શ્રેષ્ઠ કાર થોડાંક દિવસ પહેલાં જ લોન્ચ કરાઇ છે અને તેની દિવાનગીની આલમ એ છે કે તેના લોન્ચિંગના અંદાજે 5 દિવસની અંદર જ આ કારના 10000 યુનિટનું બુકિંગ થઇ ગયું છે. અમે વાત કરી રહ્યા છીએ મારૂતિની અર્ટિગાની. મારૂતિની આ એમપીવીને ગ્રાહકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.
મારૂતિના મેનેજિંગ એક્ઝિકયુટિવ મયંક પારેખે કહ્યું કે અર્ટિગા મારૂતિનિ પહેલી બહુપયોગી કરા છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. તેનું વજન ઓછું છે જ્યારે તેની એવરેજ અને તાકાત ક્યાંય વધુ છે. તેના લીધે આ લોકોની વચ્ચે લોકપ્રિય થઇ રહી છે.
મારૂતિએ 12મી એપ્રિલના રોજ આ કારને લોન્ચ કરી હતી. આ કારને પેટ્રોલ અને ડિઝલ એમ બંને વેરિએન્ટમાં એક સાથે ઉતારાઇ હતી. તેની કિંમત 5.89 લાખથી 8.45 લાખ રૂપિયાની વચ્ચે છે.
જાપાનની કંપની સુઝુકી દ્વારા ભારતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયેલ એર્ટિગાનું દક્ષિણ-પૂર્વ એશિયાના બજારોમાં પણ વેચાણ કરાશે.
'લાઇફ યુટિલિટી વ્હીકલ'નું વિશેષણ ધરાવતી એર્ટિગા સ્વિફ્ટની રચના પ્રમાણે બનાવવામાં આવી છે અને તે શહેરોમાં વસતા વિશાળ પરિવાર ધરાવતા ગ્રાહકોને લક્ષ્યમાં રાખીને બજારમાં ઉતારવામાં આવી છે. આ કાર નીચા એન્ટ્રી પ્રાઇસને લીધે મહિન્દ્રાની ઝાયલો, ટોયોટાની ઇનોવાને ચુસ્ત સ્પર્ધા આપે એવી સંભાવના છે.