બજેટ - 92 વર્ષ જૂની પરંપરા તોડશે મોદી સરકાર

શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (17:57 IST)
મોદી સરકાર ફેબ્રુઆરીમાં 92 વર્ષ જૂની પરંપરા તોડવા જઈ રહી છે. આવુ કરીને કેન્દ્ર સરકાર ઈતિહાસ રચશે. મોદી સરકાર આ વર્ષે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ 2017 રજુ કરશે. બજેટ સેશનનુ પ્રથમ ચરણ 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે ચાલશે. સાથે જ 31 જાન્યુઆરીએ કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલી તરફથી ઈકોનોમિક સર્વે રજુ કરવામાં આવશે. 
 
સામાન્ય બજેટ 2017ની મુખ્ય વાતો પર નાખો એક નજર 
 
1. 31 જાન્યુઆરીના રોજ આવશે સામાન્ય બજેટ 2017નો ઈકોનોમિક સર્વે 
2. સરકારે પહેલીવાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવાનો નિર્ણય કર્યો છે. 
3. આ પહેલા ફેબ્રુઆરીના અંતિમ દિવસે બજેટ રજુ કરવામાં આવતુ હતુ. 
4. સરકારે નવા નાણાકીય વર્ષ શરૂ થતા પહેલા બજેટ સાથે જોડાયેલી બધી પ્રકિયા પુરી કરવાનો નિર્ણય લીધો છે. 
5. પહેલીવાર સામાન્ય બજેટ સાથે રજુ થશે રેલ બજેટ 
6. લગભગ 92 વર્ષ પછી આ પ્રથમ વાર હશે જ્યારે રેલ બજેટ જુદુ રજુ નહી કરવામાં આવે. 
7. કેન્દ્રીય કેબિનેટ પહેલા જ રેલ બજેટનુ સામાન્ય બજેટમાં વિલયને મંજુરી આપી ચુક્યુ છે.  જો કે સરકારે એવુ પણ કહ્યુ કે રેલવેની સ્વતંત્રતા પહેલાની જેમ જ કાયમ રહેશે. 
8. હવે રેલવેના આવક-ખર્ચની વિગત સામાન્ય બજેટ 2017-18નો જ ભાગ હશે. 
9. સરકારે રેલવે બજેટના વિલયનો નિર્ણય નીતિ આયોગના સભ્ય વિવેક દેબરૉયની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણ પર કર્યો હતો. 
10. સપ્ટેમ્બરમાં મળી હતી સૈદ્ધાંતિક મંજૂરી 

વેબદુનિયા પર વાંચો