આવો એક નજરમાં જાણીએ આ ટેક્સ વિશે...
1. જીએસટી લાગૂ થયા પછી સેંટ્રલ એક્સાઈઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યૂટી(સીવીડી) સ્પેશલ એડિશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી) વૈટ/સેલ્સ ટેક્સ, સેંટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એંડ એંટ્રી ટેક્સ, પરચેજ ટેક્સ, લકઝરી ટેક્સ ખતમ થઈ જશે.
2. જીએસટી લાગૂ થયા પછી વસ્તુઓ અને સેવાઓ પર ફક્ત ત્રણ પ્રકારના ટેક્સ વસૂલવામાં આવશે. પહેલુ સીજીએસટી, મતલબ સેંટ્રલ જીએસટી, જે કેન્દ્ર સરકાર વસૂલશે. બીજુ એસજીએસટી, મતલબ સ્ટેટ જીએસટી, જે રાજ્ય સરકાર પોતાને ત્યા થનારા વેપાર પર વસૂલશે. ત્રીજો હશે એ જે કોઈ વેપારી જો બે રાજ્યો વચ્ચે હશે તો તેના પર આઈજીએસટી મતલબ ઈંટીગ્રેટેડ જીએસટી વસૂલવામાં આવશે. તેને કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને તેને બંને રાજ્યોમાં સમાન સરેરાશમાં વહેંચી દેવામાં આવશે.
7. વિશેષજ્ઞોના વિચાર મુજબ શરૂઆતના ત્રણ વર્ષમાં જીએસટી મોંધવારી વધારનારો ટેક્સ સાબિત થશે. જેવુ કે મલેશિયા અને અન્ય દેશોના ઉદાહરણ પરથી સ્પષ્ટ છે. હાલ આપણે બધી સેવાઓ પર લગભગ 14.5 ટકા સર્વિસ ટેક્સ આપી રહ્યા છીએ. જે જીએસટી લાગૂ થતા 18% થી 22% વચ્ચે થઈ જશે. મતલબ જીએસટી લાગૂ થયા પછી સિનેમા હોલની ટિકિટ, હોટલનુ બિલ, બેકિંગ સેવા, હવાઈ યાત્રાની ટિકિટ વગેરે મોંઘુ થઈ જશે.