શુ છે તમારી ટિકિટનો નંબર, તેમા જ છુપાઈ છે ટ્રેન વિશેની સંપૂર્ણ માહિતી

ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (17:23 IST)
આમ તો દરેક વ્યક્તિ અવારનવાર ટ્રેન દ્વારા ક્યાક ને ક્યાક તો જાય જ છે. પણ તે ટ્રેનની ટિકિટ પર લખેલ ટ્રેન નંબરને ફક્ત એક મામૂલી નંબર જ માને છે. પણ જાણી લો કે તમે આ માત્ર નંબર જોઈને જ જાણી શકો છો કે આ ટ્રેન ક્યા જઈ રહી છે કે ક્યાથી આવી રહી છે. 
 
એટલુ જ નહી ટ્રેન નંબર જોઈને જ એવુ બતાવી શકાય છેકે જે ટ્રેનમાં તમે મુસાફરી કરી રહ્યા છો તે કેવા પ્રકારની ટ્રેન છે.  જેવી કે તે દૂરંતો છે રાજધાની છે શતાબ્દી છે કે પછી કોઈ અન્ય પ્રકારની ટ્રેન છે. આવો જાણીએ કે ફક્ત નંબર જોઈને તમે કેવી રીતે વાંચી શકો છો પુરી કુંડળી. ટ્રેન ટિકિટ 5 ડિઝિટનો હોય છે જે 0 થી લઈને 9 સુધી હોઈ શકે છે. 
 
જો પ્રથમ ડિઝિટ 0 છે તો તેનો મતલબ છે કે તે ટ્રેન કોઈ સ્પેશલ ટ્રેન છે. જેવી કે સમર સ્પેશલ, હોલીડે સ્પેશલ કે કોઈ અન્ય સ્પેશ્યલ ટ્રેન. 
 
જો પહેલો ડિઝિટ 1 છે તો એ લાંબા અંતરની ટ્રેન હોવાનો સંકેત આપે છે. એટલુ જ નહી તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ ટ્રેન રાજધાની, શતાબ્દી જન સાધારણ સંપર્ક ક્રાંતિ કે ગરીબ રથ કે દૂરંતો છે. 
 
ટિકિટ પર પ્રથમ ડિઝિટ 2 હોવી પણ લાંબી દૂરીની ટ્રેનની તરફ ઈશારો કરે છે. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે 1 થી શરૂ થનારી ટ્રેન નંબરની શ્રેણી ખતમ થઈ જાય છે. 
 
ટ્રેન નંબરનો પ્રથમ ડિઝિટ 3 કલકત્તા સબ અરબન ટ્રેન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 
 
ટ્રેન નંબરનો પ્રથમ ડિઝિટ 4 એ બધા અરબન ટ્રેનો માટે ઉપયોગ કરવામાં આવે છે જે ચેન્નઈ, નવી દિલ્હી, સિકંરાબાદ અને અન્ય મેટ્રોપૉલિટિન શહેરોમાં ચાલે છે. 
 
પ્રથમ ડિઝિટ 5 હોવાનો મતલબ છે કે તે એક સવારી ગાડી છે. 
પ્રથમ ડિઝિટ 6 હોવા પર આ મેમૂ ટ્રેનને દર્શાવે છે. 
બીજી બાજુ 7 ડેમૂ ટ્રેનને દર્શાવે છે. 
પ્રથમ ડિઝિટ 8 હોવી હાલ રિઝર્વ મુકવામાં આવ્યો છે. 
પ્રથમ ડિઝિટ 9 હોવુ મુંબઈ એરિયામાં બધી અરબન ટ્રેનને દર્શાવે છે. 
 
0 1 અને 2 થી શરૂ થનારી ટિકિટ નંબરના અન્ય ચાર ડિઝિટ રેલવે જોન અને ડિવીઝન દર્શાવે છે.  આવો જાણે છે આવી સ્થિતિમાં બીજા ડિઝિટનો શુ હોય છે મતલબ 
 
0- કોંકણ રેલવે 
1 - સેંટ્રલ રેલવે, વેસ્ટ-સેંટ્રલ રેલવે. નોર્થ સેંટ્રલ રેલવે 
2. સુપરફાસ્ટ શતાબ્દી જન શતાબ્દીને દર્શાવે છે. આ ટ્રેનના આગળના ડિઝિટ જોન કોડને દર્શાવે છે. 
3. ઈસ્ટર્ન રેલવે અને ઈસ્ટ સેંટ્રલ રેલવે. 
4. નોર્થ રેલવે નોર્થ સેંટ્રલ રેલવે નોર્થ વેસ્ટર્ન રેલવે. 
5. નેશનલ ઈસ્ટર્ન રેલવે, નોર્થ ઈસ્ટ ફ્રંટિયર રેલવે 
6. સાઉથર્ન રેલવે અને સાઉથર્ન વેસ્ટર્ન રેલવે. 
7. સાઉથર્ન સેંટ્રલ રેલવે અને સાઉથર્ન વેસ્ટર્ન રેલવે
8.  સાઉથર્ન ઈર્સ્ટન રેલવે  અને ઈસ્ટ કોસ્ટલ રેલવે
9 . વેસ્ટર્ન રેલવે, નાર્થ વેસ્ટર્ન રેલવે અને વેસ્ટર્ન સેંટ્રલ રેલવે. 
 
 
9 તેનો ઉપયોગ મુંબઈ સૌથી અરબન ટ્રેનો માટે કરવામાં આવે છે.  જેમા આ નંબરોનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
90XXX - પશ્ચિમી રેલવેની લોકલ જે વિરારથી ચાલે છે 
91XXX - પશ્ચિમી રેલવેની લોકલ જે વસઈ રોડ કે ભયંદરથી ચાલે છે 
92XXX - પશ્ચિમી રેલવેની લોકલ જે બોરીવલીથી ચાલે છે. 
93XXX - પશ્ચિમી રેલવેની લોકલ જે મલાડ કે ગોરેગામથી ચાલે છે. 
94XXX - પશ્ચિમી રેલવેની લોકલ જે અંધેરી કે બૈંડ્રા કે મુંબઈ સેંટ્રલથી ચાલે છે. 
95XXX - કેન્દ્રીય રેલવેની ઝડપી ચાલનારી લોકલ ગાડીઓ 
96XXX - કેન્દ્રીય રેલવે લોકલ જે ઉત્તરી કલ્યાણ જાય છે. 
97XXX- કેન્દ્રીય રેલવે લોકલ જે હાર્બર લાઈન પર ચાલે છે. 
98XXX- કેન્દ્રીય રેલવે લોકલ જે ટ્રાંસ હાર્બર લાઈન પર ચાલે છે. 
99XXX-  કેન્દ્રીય રેલવે લોકલ જે દક્ષિણી કલ્યાણ જાય છે. 

વેબદુનિયા પર વાંચો