એંજીનીયરીંગના અભ્યાસ ટીવીથી શરૂઆત, બૉલીવુડમાં નામ કમાવવા સુધી આવુ રહ્યો સુશાંત સિંહ રાજપૂતનો સફર
સોમવાર, 14 જૂન 2021 (11:37 IST)
સુશાંત સિંહ રાજપૂતએ ઓછા સમયમાં જ બૉલીવુડમાં તેમની ઓળખ બનાવી લીધી હતી. પછી એક દિવસ અચાનક ખબર પડીને તેણે દુનિયાને અલવિદા કહી દીધું. 14 જૂન 2020ને તેમના નિધનની ખબર સાંભળી
દરેક કોઈ ચોંકી ગયા હતા. તેમના નજીકી તેણે એક ભાવુક અને ખૂબ હોશિયાર વ્યક્તિના રૂપમાં યાદ કરે છે.
પરિવારના ગુલશન
સુશાંત સિંગ રાજપૂતનો જન્મ બિહારના પટનામાં એક મધ્યમ વર્ગ પરિવારમાં થયો હતો. તેમના પિતાનો નામ કૃષ્ણકુમાર સિંહ અને માતાનો નામ ઉષા સિંહ છે. તેમના પિતા પટનામાં બિહાર સ્ટેટ હેંડલૂમ કૉર્પોરેશનમાં ટેક્નિકલ અધિકારી હતા. પાંચ ભાઈ-બેનમાં સૌથી નાના સુશાંતને પરિવારવાળા પ્યારથે ગુલશન કહીને પોકારતા હતા.
ઘરમાં અભ્યાસનો વાતાવરણ
સુશાંતએ તેમની શરૂઆતી અભ્યસ પટનાથી કરી. વર્ષ 2002માં જ્યારે તેમની માતાનો નિધન થઈ ગયો ત્યારે તેમનો પરિવાર દિલ્લી શિફ્ટ થઈ ગયો. અહીં આવીને સુશાંતએ તેમની આગળનો અભ્યાસ કરી. તે અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા. બૉલીવુડ હંગામાની સાથે એક ઈંટરવ્યૂહમાં તેણે જણાવ્યુ કે અસલમાં ઘરમાં હમેશા અભ્યાસનો વાતાવરણ હતો. તેમના બધી બેનો ભણવામાં હોશિયાર હતી તેથી તેમની પાસે કોઈ ઑપ્શન નથી હતું.
ઈંજીનીયરિંગમાં લીધિ એડમિશન
તેણે દિલ્હી કૉલેજ ઑફ ઈ&જીનીયરિંગ ( હવે દિલ્લી ટેક્નિકલ યુનિવર્સિટી) માં એડમિશન લીધુ અને મેકેનિકલ ઈંજીનીયરિંહથી અભ્યાસ કરવા લાગ્યા. તે ફિજિક્સમાં નેશનલ ઓલ્મ્પિયાડ જીતવામાં સફળ રહ્યા. હકીકતમાં સુશાંતને ઈંજીનીયરિંગના અભ્યાસમાં રૂચિ ન હતી તો તે પરિવારના કહેવા પર તેણે આવુ કર્યો હતો. તે સમયે તે એક એક્ટ્રોનોટ કે એયરફોર્સ પાયલટ બનવા ઈચ્છતા હતા. દિલ્લીમાં રહેતા તેની રૂચિ અભ્યાસની તરફ વધવા લાગી અને તેણે લાગ્યુ કે તેણે આ ક્ષેત્રમાં આગળ વધવો જોઈએ. સુશાંત, શાહરૂખના મોટા ફેન હતા.
અભ્યાસ વચ્ચે મૂકી મુંબઈ પહોંચ્યા
કૉલેજ દરમિયાન સુશાંતના શ્યામક ડાવર ડાંસ ક્લાસમાં એડમિશન લીધું. તે એક સારું ડાંસર પણ હતા. ફિલ્મ ધૂમ 2માં તે ઋતિક રોશનની સાથે ગીતમાં બેકગ્રાઉંડ ડાંસર હતા. 2006માં કૉમનવેલ્થ ગેમ્સ દરમિયાન તેણે એશ્વર્યા રાયની સાથે ક્લોજિંગ સેરેમનીમાં ડાંસ કર્યુ. કૉલેજના ચોથા વર્ષ તેણે અભ્યાસ મૂકી અને મુંબઈ તેમની કિસ્મત અજમાવવા પહોંચ્યા.
આ રીતે મળ્યુ સીરીયલમાં અવસર
સુશાંત મુંબઈ પહોંચ્યા પછી નાદિરા બબ્બરના થિયેટર ગ્રુપથી સંકળાયા અને આશરે દોઢ-બે વર્ષ તેણે થિયેટર કર્યુ. તે મુંબઈના મશહૂર થિયેટરમાં કામ કરતા હતા એક દિવસ બાલાજી ટેલીફિલ્મસની કાસ્ટિંગ ટીમમાંથી એકએ તેણે જોયું. તેણે ઑડિશન માટે બોલાવ્યા અને 2008માં પહેલીવાર સીરીયલ "કિસ દેશ મે હૈ મેરા દિલ" માં અવસર મળ્યું.
"માનવ" બનીને થયા પ્રખ્યાત
એકતા કપૂર તેમના કામથી પ્રભાવિત થયા અને 2009માં "પવિત્ર રિશ્તા" માં મુખ્ય ભૂમિકાનો રોલ ઑફર કર્યુ. આ સીરિયલ પછી તે ઘર-ઘરમાં માનવના નામથી પ્રખ્યાત થઈ ગયા. તેમાંથી તેની સાથે અંકિતા લોખંડે હતી. બન્નેની જોડીને પડદા પર લોકોએ પસંદ કર્યો.
બૉલીવુડની ફિલ્મો
2011માં કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ સુશાંતને સ્પૉટ કર્યું. જેણે તે ફિલ્મ "કાઈ પો છે" (2013) માટે ઑડિશન આપવા કહ્યુ. પછી શું હતુ અહીંથી સુશાંતની ગાડી બૉલીવુડમાં ચલી પડી. તે પછી સુશાંતએ "શુદ્ધ દેશી રોમાંસ" "પીકે" "એમએસધોની" "કેદારનાથ" અને "છિછોરે" જેવી ફિલ્મો કરી.
તપાસ રિપોર્ટ
ગયા વર્ષે 14 જૂનને સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેમના બ્રાંદ્રા સ્થિત ઘર પર મળ્યું. તેમના નિધન પછી જણાવાયા કે તે ડિપ્રેશનના શિકાર હતા. પણ પરિવારવાળાએ હત્યાના આરોપ લગાવાયા હતા. કેસની તપાસ પહેલા મુંબઈ પોલીસ અને પટના પોલીસ કરી રહી હતી.