Ramayan - રિયલ લાઈફમાં 2 પુત્રીઓની માતા છે TVની સીતા, ખૂબ જ ગ્લેમરસ છે લાઈફસ્ટાઈલ, અહી રહે છે વ્યસ્ત
દેશમાં કોરોનાવાયરસ સંકટ સત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના 700 થી વધુ કેસ નોંધાયા છે. દેશવ્યાપી લોકડાઉન છે. લોકને ઘરોમાં રોકાવવાની અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે શનિવારથી દૂરદર્શન પર રામાયણ સિરિયલ જાહેર માંગણી પર દર્શાવવમાં આવશે. પ્રથમ એપિસોડ આવતીકાલે સવારે 9 વાગ્યે અને બીજો કાલે રાત્રે રાત્રે 9 વાગ્યે બતાવવામાં આવશે.
દીપિકાએ 'રામાયણ' સીરિયલ પહેલા ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે 'ભગવાન દાદા' (1986), 'રાત કે અંધેરે મેં' (1987), 'ખુદાઈ' (1994), 'સુન મેરી લૈલા' (1985), 'ગાલ' (1986), 'આશા ઓ ભલોબાશા' (બંગાળી, 1989) અને 'નાંગલ' (તમિલ, 1992) માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.
દીપિકાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા, જે શૃગાર ,બિંદી અને ટિપ્સ એંડ ટોજ નેઇલપોલીશના માલિક છે. દીપિકા અને હેમંતની બે પુત્રી નિધિ ટોપીવાલા અને જુહી ટોપીવાલા છે ....