આ છે અમિતાભના પત્રમાં લખેલી ખાસ વાતો

સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (16:41 IST)
* આરાધ્યા તને બચ્ચન સરનેમ તમારા દાદા ડૉ. હરિવંશરાય બચ્ચને આપી છે અને નવ્યા એમના દાદાજી એચપી નંદાની. તમે બન્નેના ખભા પર એમની આપેલ વારસાને સંભાળીને ચાલવાની જવાબદારી છે. તમે બન્નેના દાદાજીએ તમને સરનેમ, પ્રસિદ્ધી, સમ્માન અને ઓળખ આપી છે. 

* તમે સરનેમથી ભલે નંદા કે બચ્ચન છો પણ તમે છોકરીઓ  છો અને કારણ કે તમે મહિલાઓ છો આથી લોકો તમારા પર પોતાના વિચાર અને રોકટોક કરશે.  તમારે કેવુ પહેરવાનું  છે કેવું વર્તન કરવાનુ  છે તમે કોને  મળી શકો છો અને તમે ક્યાં જઈ શકો છો. પણ  તમે લોકોની વિચાર પ્રમાણે જીંદગી નથી જીવવાની. પોતાના  વિવેકથી  જાતે જ મારી પસંદ નક્કી કરવાની છે. 
 
* કોઈને  એ કહેવાની તક નહી આપવી કે તમારે કોની સાથે મૈત્રી કરવાની છે અને તમારા મિત્ર કોણ બની શકે છે.  જ્યારે તમે લગ્ન કરવા ઈચ્છો ત્યારે કરો. કોઈના દબાણના કારણે લગ્ન ન કરવું. લોકો વાતો બનાવશે એ એવી વાતો  બોલશે કે બીક લાગે પણ એનો મતલબ એ  નથી કે તમારે દરેકની વાત સાંભળવાની છે. ક્યારેય  આ વાતની ચિંતા ન કરશો કે લોકો શું કહેશે. 
 
* તમને તમારા કરેલા પરિણામોના જ સમનો કરવાનો  છે આથી લોકોને તમારા વિશે નિર્ણય લેવાની અનુમતિ ન આપવી. નવ્યા તમારા નામને ખાસ બનાવતું તમારું સરનેમ ક્યારેય તમારી બંનેની પરેશાનીથી બચાવ નહી કરી શકે.  જે તમને મહિલા હોવાના કારણે અનુભવવી પડશે. આરાધ્યા જ્યારે તમે આ ચીજોને જોવાની કે સમજવી શરૂ કરશો ત્યારે હોઈ શકે હું તમારી આસ-પાસ ન હોવું પણ સમજાવું છું કે જે આજે કહું છું એ ત્યારે પણ પ્રાસંગિક રહેશે. 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો