1992માં આવેલી સરદાર નામની તેની ફિલ્મ નોંધપાત્ર રહી. આ ફિલ્મમાં પરેશે સ્વાતંત્ર્ય સેનાની એવા વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવી હતી. આ જ અરસામાં આવેલી ' માયા મેમસાબ' ફિલ્મમાં પણ તેનો અભિનય પ્રશંસાને પાત્ર રહ્યો. 1996માં નિર્માણ પામેલી ફિલ્મ તમન્નામાં એક વ્યંઢળની ભૂમિકા ભજવીને પરેશે બૉલિવુડના અન્ય કલાકારોને પોતાની આવડતનો પરિચય આપી દીધો.
પરેશે આ ઉપરાંત આવારા પાગલ દિવાના, ગરમમસાલા, દીવાને હુએ પાગલ , માલામાલ વિકલી અને ભાગમભાગ જેવી ફિલ્મમાં શ્રેષ્ઠ કોમેડી કલાકારની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં આવેલી ફિલ્મ હેરાફેરીની સીક્વલ ફિલ્મ ફીર હેરાફેરીમાં પણ તેણે પોતાના શ્રેષ્ઠ અભિનયનાં ઓજસ પાથર્યા.
નોંધપાત્ર ફિલ્મો
હોલી, અર્જૂન, નામ, મરતે દમ તક, હીરો નં-1, ઓજાર, તમન્ના, જમીર, ગુપ્ત, ચાચી-420, ગુલામે મુસ્તફા, સરદાર, નાયક, ફન્ટૂસ, લવ કે લીયે કુછ ભી કરુંગા, હેરાફેરી, 36-ચાઈના ટાઉન, ફીર હેરાફેરી, આંખે, ગોલમાલ, ચુપ ચુપ કે, હંગામા, માલામાલ વિકલી, હલચલ, ભાગમભાગ.... વગેરે.