હસવા અને ગુદગુદીની વાત થાય અને જાણીતા કૉમેડિયન કપિલ શર્માનુ નામ ન આવતા આવુ કેવી થઈ શકે છે. આજે કપિલ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ થયો હતો. તે એક અભિનેતા થવાની સાથે સાથે કે ખૂબ સારા ગાયક પણ છે. તેમને ટીવી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલના દર્શકોના દિલોમાં એક જુદુ સ્થાન બનાવ્યુ છે.
ઉલ્લેખનીય છેકે ફોર્બ્સ ઈંડિયા સેલિબ્રિટીની યાદીમાં કપિલનું નામ 93માં સ્થાન પર આવે છે. પણ 2014માં તેમનુ નામ 33મા સ્થાન પર આવી ગયુ છે. કપિલના શો કોમેડી નાઈટ્સને દર્શકો ખૂબ પસંદ કરે છે. આ શો માં અનેક મોટા-મોટા કલાકાર આવીને પોતાના ફિલ્મોનુ પ્રમોશન કરે છે. સાથે જ આ શો મા રમત સાથે જોડાયેલ સેલીબ્રિટી પણ ભાગ લે છે.
કપિલની 'કિસ કિસકો પ્યાર કરુ'
પ્રતિભાશાલી કલાકાર અબ્બાસ-મસ્તાનની ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરુ' દ્વારા બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાઅ છે. આ ફિલ્મને લઈને કપિલ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં કપિલ એક સીઈઓની ભૂમિકા ભજવશે.
કપિલે ફિલ્મ વિશે કહ્યુ હતુ કે, 'દર્શકોને આ ફિલ્મ પસંદ પડશે. ફિલ્મના કોમેડી સીન શૂટ કરવામાં ખૂબ મજા આવશે. કોમેડી સીનમાં વધુ સહજ હતા. આ ફિલ્મ વર્ષના છેવટેમાં રજુ થવાની આશા છે. ખૈર કપિલ આ વર્ષે પોતાના ફેંસને ફિલ્મ સાથે પોતાના ગીતોની પણ ભેટ આપશે.