શુ તમે બનવા માંગો છો અમિતાભ બચ્ચનના પડોશી ? તમારે માટે છે શાનદાર તક

શુક્રવાર, 15 માર્ચ 2024 (12:59 IST)
મુંબઈ પોશ વિસ્તારમાં જુહૂ (Juhu)માં બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન  (Amitabh Bachchan) ના બગલા જલસા (Jalsa) ની પાસે વર્તમાન બંગલાની નીલામી થવા જઈ રહી છે. Deutsche Bank એ બંગલાની શરૂઆતની કિમંત 25 કરોડ રૂપિયા આંકી છે. રિપોર્ટ મુજબ આ બંગલાનો કારપેટ એરિયા 1,164 સ્કવેયર ફુટ છે. જ્યારે કે ઓપન સ્પેસ  2,175 સ્કવેયર ફુટ છે. કુલ 3,000 સ્કવેયર ફુટથી વધુ સ્પેસવાળા બંગલાની નીલામી 27 માર્ચના રોજ થવાની છે. 
 
SARFAESI ના હેઠળ થઈ રહી છે નીલામી  
આ નીલામી 2002ના સિક્યોરિટાઈજેશન એંડ રેકંસ્ટ્રક્શન ઓફ ફાઈનેશિયલ એસેટ્સ એંડ એનફોર્સમેંટ ઓફ સિક્યોરિટી ઈટરેસ્ટ એક્ટ (SARFAESI) ના હેઠળ કરવામાં આવી રહી છે. બેંકએ બોરોઅર અને કો બોરોઅર સેવન સ્ટાર સેટેલાઈટ પ્રાઈવેટ લિમિટેડ અને ન્ય ને 12.89 કરોડ રૂપિયાની બાકી રકમ ચુકવવા માટે કહ્યુ હતુ.  
જો કે બોરોઅર અને કો બોરોઅર આપેલ સમયગાળામાં બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, બેંકે મિલકતનો કબજો લઈ લીધો છે અને તેની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. બેંકે રસ ધરાવતા ખરીદદારો પાસેથી 2.50 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
 
બેંકની લીલામીમાં ઘર ખરીદવાનુ રિસ્ક 
 
લોકોને મોટેભાગે એવુ લાગે છે કે નીલામીમાં બેંકો દ્વારા વેચવામાં આવેલ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં કોઈ કાયદાકીય સમસ્યા હોતી નથી. પણ નોટિસમાં સામાન્ય રૂપે કહેવાય છે કે બેંકનુ માનવુ છે કે આ પ્રોપર્ટીને લઈને કોઈ સમસ્યા નથી. જો કે બેંક પછી કોઈ છિપાયેલી કાયદાકીય પરેશાની કે બીજા દાવાની જવાબદારી નહી લે. 

પ્રોપર્ટીની નીલામી કરતી વખતે 'As Is Where Is' અને 'Whatever There Is' જેવી લીગલ ટર્મ એટલે કે કાયદાકીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો મતલબ એ છે કે પ્રોપર્ટી તેની વર્તમાન ફિઝિકલ અને લીગલ કંડિશન (કાયદાકીય શરતો)ના મુજબ વેચવામાં આવી રહી છે. જેમા કોઈ સમસ્યા પણ સામેલ હોઈ શકે છે જો હોય તો.  એકવાર જ્યારે પ્રોપર્ટી લીલામી પર વેચવામાં આવે છે તો ભવિષ્યમાં પ્રોપર્ટી સાથે રીલેટેડ કોઈપણ સમસ્યા થાય તો એ ખરીદનારની સમસ્યા છે. એક્સપર્ટસ નુ કહેવુ છે કે ક્યારેક ક્યારેક ખરીદી પછી જાણ થાય છે કે એ પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ કાયદાકીય વિવાદ છે કે બેંકની લીલામીના વિરુદ્ધ કોર્ટનો આદેશ છે. તેથી લીલામીમાં સામેલ થતા પહેલા એ પ્રોપર્ટી સાથે જોડાયેલ તમામ માહિતી સારી રીતે તપાસી લેવી જોઈએ.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર