ભાગ્યશ્રીનો ખુલાસો - ફોટોગ્રાફરે સલમાન ખાન કહ્યુ હતુ કે એ મને પકડીને કિસ કરે

બુધવાર, 27 મે 2020 (19:20 IST)
સલમાન ખાન અને ભાગ્યશ્રીએ ફિલ્મ 'મૈને પ્યાર કિયા'  ફિલ્મમાં ધૂમ મચાવી હતી. તે સમયે આ ફિલ્મ મોટી  હીટ સાબિત થઈ હતી. જો કે આ ફિલ્મ પછી સલમાન ખાન અને ભાગ્યશ્રીની જોડી ફરી એક સાથે દેખાઈ નહીં. સલમાન ખાન ત્યારથી સુધી સતત ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કરે છે, પરંતુ ભાગ્યશ્રી ખૂબ જ જલ્દી ફિલ્મી પડદાથી દૂર થઈ ગઈ છે. જો કે, ટૂંક સમયમાં તે તમિલનાડુની દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકમાં જોવા મળશે.
 
ભાગ્યશ્રીએ તાજેતરમાં ડેક્કન ક્રોનિકલને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે મોટા ખુલાસા કર્યા છે. આ દરમિયાન તેણે પોતાનો અને સલમાન ખાનના ફોટોશૂટ અંગે મોટો ખુલાસો કર્યો. ભાગ્યશ્રીએ કહ્યું: "એક જાણીતા ફોટોગ્રાફરે સલમાન ખાનને તેને પકડીને KISS કરવા કહ્યું.  તે સલમાનને સાઈડમાં લઈ ગયો અને કહ્યું કે જ્યારે હું કેમેરો સેટ કરીશ ત્યારે તમે તેને પકડીને સ્મોચ કરો. ફોટોગ્રાફર મારી અને સલમાનની કેટલીક હોટ તસવીરો લેવા માંગતો હતો. "ભાગ્યશ્રીએ કહ્યું કે તે ફોટોગ્રાફરનું નિવેદન સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને એકદમ નર્વસ થઈ ગઈ હતી.. 
 
ભાગ્યશ્રીએ વધુમાં કહ્યું કે ફોટોગ્રાફરની આ વાત સાંભળીને તે ડરી ગઈ હતી, પરંતુ સલમાન ખાને આના જવાબમાં જે કહ્યું તે સાંભળીને મને હાશ થઈ. તેણે કહ્યું કે સલમાન ખાને ફોટોગ્રાફરને આવુ કરવાની ચોખ્ખી ના પાડી. સલમાન ખાને કહ્યું કે ભાગ્યશ્રીની પરમિશન  લીધા વગર કંઇ નહી કરુ.  ભાગ્યશ્રીએ કહ્યું કે સલમાન ખાનનો આ જવાબ સાંભળીને મને ખૂબ આનંદ થયો અને મને લાગ્યું કે હું તેમની સાથે કામ કરવામાં સુરક્ષિત    છું.
 
ઉલ્લેખનીય છે  કે ભાગ્યશ્રી હાલ ફિલ્મોમાં સક્રિય નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેમની પ્રથમ સિરિયલ કચ્ચી  ધૂપ' 1987 માં આવી હતી. પરંતુ ભાગ્યશ્રીને સલમાન ખાન સાથેની ફિલ્મ ડેબ્યૂથી ઓળખ મળી. સલમાન ખાન અને ભાગ્યશ્રીએ 'મૈંને પ્યાર કિયા'થી ફિલ્મ જગતમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને તે સમયે આ ફિલ્મ ખૂબ મોટી હિટ હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર