અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્ય બચ્ચન (Aaradhya Bachchan)એ 16 નવેમ્બરના રોજ પોતાનો 7મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આરાધ્યના જન્મદિવસ પર અનેક બોલીવુડ સેલેબ્સ પોતાના બાળકો સાથે સામેલ થયા. પાર્ટીમાં શાહરૂખ ખાનના નાના પુત્ર અબરામ(AbRam Khan) પણ હાજરી આપી. અબરામ ખાન બિગ બી ને પોતાના દાદા માને છે. જેનો ઉલ્લેખ શાહરૂખ ખાન પહેલા પણ કરી ચુક્યા છે. આ પાર્ટીમાં અબરામ દાદાથી નારાજ થઈ ગયા. આવુ એ માટે કારણ કે અમિતાભ બચ્ચન તેમની સાથે મન્નત (શાહરૂખના ઘરે) નથી રહેતા.
અમિતાભ બચ્ચને નાનકડા અબરામ સાથે એક સુંદર તસ્વીર રજુ કરી છે. કેપ્શનમાં તેમણે લખ્યુ, "અને આ છે અબરામ ખાન, શાહરૂખ ખાનના નાના પુત્ર્. જે પૂર્ણ રૂપથી મને પોતાના પિતા માને છે અને એવુ વિચારે છેકે શાહરૂખના પિતા તેમના ઘરે કેમ નથી રહેતા. ?
તસ્વીરમાં અબરામ ખાન પોતાના દાદા અમિતાભ બચ્ચન સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આરાધ્યના જન્મદિવસમાં અબરામ એકલા ગયા હતા. ગયા વર્ષે તેઓ પિતા શાહરૂખ ખાન સાથે પાર્ટીમાં જોડાયા હતા. આરાધ્યના છઠ્ઠા જન્મદિવસ પર અબરામે આરાધ્યા અને અમિતાભ બચ્ચન પાસે બુઢ્ઢીના બાલ ખાવાની જીદ કરી હતી. જેનો ઉલ્લેખ અમિતાભે ટ્વિટર પર કર્યો હતો.