સાઉથ ઈંડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતાએ પૈસાની તંગીને કારણે કરી આત્મહત્યા

સોમવાર, 15 એપ્રિલ 2024 (12:28 IST)
Kannada producer Soundarya Jagadish
 
સાઉથ ફિલ્મ ઈડસ્ટ્રીમાંથી મોટા દુખદ સમાચાર આવ્યા છે. જાણવા મળ્યુ છે કે દિગ્ગજ ફિલ્મ નિર્માતા સૌદર્યા
જગદીશે સુસાઈડ કરી લીધુ. તેઓ પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હતા. કન્નડ ફિલ્મ નિર્માતા સૌદર્યા જગદીશે રવિવારે 14 એપ્રિલના રોજ બેંગલુરુના મહાલક્ષ્મી લેઆઉટના ઘરમાં મૃત જોવા મળ્યા. મહાલક્ષ્મી પોલીસે સૌદર્યા જગદીશ સુસાઈડનો મામલો નોંધી લીધો છે. તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે ઘર પર જ મુકવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌદર્યા જગદીશને પૈસાનુ ભારે નુકશાન થયુ, જેને કારણે બેંકે તેમના ઘર સહિત તેમની સંપત્તિને જપ્ત કરવી શરૂ કરી દીધી અને આ વાતથી પરેશાન જાણીતા ફિલ્મ નિર્માતાએ આત્મહત્યા કરી લીધી. 
 
સૌદર્યા જગદીશના નિધનથી કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં શોક 
કન્નડ ફિલ્મ નિર્માતા સૌદર્યા જગદીશના નિધન થી સમગ્ર કન્નડ ઈંડસ્ટ્રીમાં માતમ છવાય  ગયો છે. બીજી  બાજુ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક થારુન સુધીરે એક્સ પર દિવંગત ફિલ્મ નિર્માતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને લખ્યુ, સૌદર્યા જગદીશ સરના અચાનક નિધન વિશે સાંભળીને ખૂબ જ દુખ થઈ રહ્યુ છે.  કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.  તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ. 
 
પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હતા અભિનેતા 
ફિલ્મ નિર્માતા સૌદર્યા જગદીશના નિધન પછી તેમના મિત્ર શ્રેયસે જણાવ્યુ કે જગદીશની મોત આત્મહત્યા કરવાથી થઈ છે. અને તેમને હોસ્પિટલ લઈને  ગયા પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.  ઉલ્લેખનીય છે કે કન્નડ ફિલ્મ નિર્માતા સૌદર્યા જગદીશને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી.  બીજી બાજુ તેમના મિત્રે તાજેતરમાં જ જગદીશને બેંક નોટિસ મોકલવાના દાવા કરનારા સમાચારો પર કહ્યુ, નહી આને તેની સાથે કોઈ સંબંધ નથી.  આ મુદ્દો છેલ્લા કેટલાક સમયથી બનેલો છે,  પણ આ મુદ્દો એકદમ જુદો છે. 
 
ફિલ્મ નિર્માતા સૌદર્યા જગદીશ વિશે 
 ઉલ્લેખનીય છે કે જગદીશે ઘણી લોકપ્રિય કન્નડ ફિલ્મો બનાવી છે, જેમાં 'અપ્પુ પપ્પુ', 'મસ્ત માજા માડી', 'સ્નેહિતરુ' અને 'રામલીલા' વગેરેનો સમાવેશ થાય છે. તેની પાસે એક પબ પણ હતો, પરંતુ થોડા દિવસો પહેલા વિવાદને કારણે તેનું લાઇસન્સ અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર