[$--lok#2019#state#gujarat--$]
રાજકોટની તત્કાલીની આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો રાજકોટની બેઠક ઉપર ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાને રિપીટ કર્યા છે, તો કૉંગ્રેસે લલિત કગથરાને ઉતાર્યા છે. બંને પાટીદાર નેતા છે. 2014માં વડા પ્રધાન મોદીની સાથે તેમણે મંત્રી તરીકે શપથ લીધા બાદમાં 2016માં મોદીએ પ્રધાનમંડળનું પુનર્ગઠન કર્યું ત્યારે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા.
ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામીણ (SC) અને જસદણ વિધાનસભા બેઠકો તેના હેઠળ આવે છે.
979670 પુરુષ, 904178 મહિલા, 18 અન્ય સહિત કુલ 1883866 મતદાતા આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે. અમિત શાહ જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.