AMCની મોટી કાર્યવાહી : 7 થિયેટર-9 સ્કૂલોને તાળાં મારી દેવાયા, ફાયર એનઓસી ન લેતા લીધી એક્શન

મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (18:46 IST)
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં AMCએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર ફાયર એન.ઓ.સી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી.  છતાં કેટલાક એકમો દ્વારા ફાયર એન.ઓ.સી લેવામાં આવી ન હતી અંતે ફાયર વિભાગ દ્વારા તમામ એકમો ને સિલ કરવામાં આવ્યા હતા. 
 
જેના હેઠળ અમદાવાદ શહેરમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં AMCના ફાયર વિભાગે શાળા, સિનેમા ગૃહ, મલ્ટી પ્લેક્ષમાં ફાયર વિભાગની એન.ઓ.સીને લઈ તપાસ હાથ ધરી હતી. 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી 9 જેટલી સ્કૂલો, 2 મલ્ટી પ્લેક્ષ અને 5  સિનેમા ગૃહો સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
 
- શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગની તપાસ 
- અમદાવાદશહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગની તપાસ
- સ્કૂલ,સિનેમા ગૃહ, મલ્ટી પ્લેક્ષ માં ફાયર વિભાગની એન.ઓ.સી ને લઈ તપાસ
- 9 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતી 9 જેટલી સ્કૂલો,2 મલ્ટી પ્લેક્ષ,અને 5 સિનેમા ગૃહો સિલ કરવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર