રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે ભાવનગરમાં 20 વર્ષિય મેડિકલ વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું છે. ભાવનગર મેડિકલ કોલેજના 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ અટેક આવતા મોત થયું છે. જીગર ચૌધરી નામનો યુવક MBBSમાં સેકન્ડ ઇયરમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થિને ઊંઘમાં જ અટેક આવી જતાં મોત થયું છે. જીગર મોડી રાત્રે મોડી રાત્રે પોતાના નિત્યક્રમ મુજબ સૂઇ ગયો હતો ઊંઘમાં જ તેમને અટેક આવી જતાં મોત થઇ ગયું છે. અચાનક યુવકના મોતથી કોલેજ સહિત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.મેડિકલ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર 409 માં રહેતો વિદ્યાર્થી રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં. જીગર ચૌધરી ને તેના સહાધ્યાયી મિત્રો સવારે ઉઠાડવા ગયા હતા પરંતુ તે જાગ્યો જ નહીં. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો. હાલ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે, પરંતુ સાચું કારણ તો પીએમ થયા બાદ બહાર આવશે. હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. ત્યારે ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ કેમ્પસમાં શોકનો અને ડરનો માહોલ ફેલાયો છે.