રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની જણસી અહીં રામ ભરોસે

ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (10:20 IST)
ગુજરાત હવામાન વિભાગ દ્વારા માવઠા અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખાસ ગુજરાત ના માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોની જણસીની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે યાર્ડમાં જ સરકાર દ્વારા ચાલતા ટેકાના ભાવની ખરીદીમાં કમોસમી વરસાદની આગાહી સામે કોઈ સાવચેતી રાખવામાં આવી નહીં હોવાનું જોવા મળ્યું હતી, યાર્ડ દ્વારા તમામ જણસીની આવક બંધ છે ત્યારે ટેકના ભાવે ખરીદી બુધવારે શરૂ રાખવામાં આવી હતી. 
 
બુધવારે પણ સરકાર દ્વારા અહીં 70 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા અને 11 જેટલા ખેડૂતો બપોર પહેલા અહીં પોતાની મગફળી લઈને આવ્યા હતા અને તેની મગફળી ખુલ્લામાં ઉતારીને તેનો જોખ કરવામાં આવી રહેલો જોવા મળ્યો હતો, જ્યારે જો વરસાદ આવે તો આ મગફળી પલળે તેવી પૂરતી શકયતા જોવા મળી હતી.
 
સાથે સાથે આ મગફળી ને માવઠા અને કમોસમી વરસાદની સામે સુરક્ષિત કરવા માટે અહીં કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી, અને ખેડૂતોની જણસી અહીં રામ ભરોસે જોવા મળી હતી. જ્યારે અહીં ના સરકારી ખરીદ અધિકારી દ્વારા આવતા 3 દિવસ માટે જણસીની આવક બંધ કરવાની વાત કરવા માં આવી હતી પરંતુ અહીં માવઠા સામે સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નહીં હોય તો ખેડૂતો રામ ભરોસે હોય તેવું જોવા મળી રહ્યું હતું
 
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જીલ્લામા માવઠા ના લીધે રવી પાક ની સીઝન માં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે ખેડૂતો ના મતે હાલ શીયાળુ પાકમાં 50 % જેટલી નુકશાની થઇ શકે છે અને ઉત્પાદન ઓછું થઇ શકે ત્યારે રવી સીઝન માં કપાસ , ઘવ , જીરું , ચણા અને તુવેર ના પાક માં નુકશાની જવાની ભીતી સેવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર