Rae Bareli: નેહરુ-ગાંધી પરિવારની પરંપરાગત સીટ રાયબરેલી, જ્યા ઈન્દિરા ગાંધીને પણ કરવો પડ્યો હતો હારનો સામનો

વૃજેન્દ્રસિહ ઝાલા

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (13:15 IST)
lokpriya shetra

 
History of Rae Bareli parliamentary seat: વરિષ્ઠ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના રાજસ્થાનથી રાજ્યસભામાં જવાના નિર્ણયથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ પર કોંગ્રેસ ઉમેદવારનો કોઈ નવો ચેહરો જ હશે. એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે ગાંધી પરિવારની આ પરંપરાગત સીટ પર પ્રિયંકા ગાંધીને લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 
 
 અગાઉ અમેઠી સીટ ગુમાવનારી કોગ્રેસ માટે રાયબરેલીમાં પણ મુકાબલો આ વખતે સહેલો નથી. ભાજપા અહીથી અદિતિ સિંહને ચૂંટણી લડાવી શકે છે. વિદેશમાં ભણેળી અદિતિનુ રાજનીતિક કરિયર કોંગ્રેસથી શરૂ થયુ હતુ. પણ 2022ના યૂપી વિધાનસભા ચૂંટણી પહેલા અદિતિ ભાજપામાં જોડાઈ ગઈ. આ સમયે અદિતિ રાયબરેલીથી જ ધારાસભ્ય છે. 
 
જ્યારે રાયબરેલીમાં ઈન્દિરા હારી ગયા - આમ તો આ સીટ પહેલા ચૂંટણી એટલે કે 1952થી જ ગાંધી-નેહરુ પરિવારની પરંપરાગત સીટ રહી છે. પણ છતા આ સીટ પર કટોકઋઈ પછી થયેલી ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો.  1977 મા જનતા પાર્ટીના રાજનારાયણે ઈંદિરા ગાંધીને 50 હજારથી પણ વધુ વોટોથી ચૂંટણીમાં હરાવ્યા હતા. સૌથી પહેલા આ સીટ પર 1952માં શ્રીમતી ગાંધીના પતિ ફિરોજ ગાંધી સાંસદ બન્યા હતા, જે 1962 સુધી આ સીટ પર સાંસદ રહ્યા. 
 
આ સીટ પર 1962 આરપી સિંહ સાંસદ બન્યા. 1967માં એકવાર ફરી ગાંધી પરિવારની એંટ્રી થઈ. ચોથી લોકસભા એટલે કે 1967માં ઈન્દિરા ગાંધી લોકસભા માટે ચૂંટાયા. તેમને 10 વર્ષ સુધી આ સીટનુ પ્રતિનિધિત્વ કર્યુ.  પણ કટોકટી બાદ 1977માં થયેલ ચૂંટણીમાં તેમને રાજનારાયણ સામે હારનો સામનો કરવો પડ્યો. રાજનારાયણ આ સીટ પર પહેલીવાર બિન કોંગ્રેસી સાંસદ બન્યા.  ત્યારબાદ આ સીટ પર ઈન્દિરા ગાંધી પરત ન આવ્યા. 
 
 શીલા કૌલ 16  વર્ષ સુધી સાંસદ રહ્યા - સાતમી લોકસભા માટે 1980માં થયેલ ચૂંટણીમાં ફરી ગાંધી-નેહરુ  પરિવારની શીલા કૌલની એંટ્રી થઈ. કૌલ આ સીટ પર 1980થી 1996  સુધી સાંસદ રહ્યા.  પછી બે વાર આ સીટ પરથી ગાંધી પરિવારના નિકટના કેપ્ટન સતીશ શર્માએ આ સીટ પર પ્રતિનિધિત્વ કર્યુ.  1998માં આ બેઠક ફરી એકવાર ગાંધી પરિવારના હાથમાંથી નીકળી ગઈ હતી. ત્યારે ભાજપના અશોક સિંહે જનતા દળના અશોક સિંહને 30 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. 1998માં ફરી એકવાર ભાજપના અશોક સિંહે 40 હજારથી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ ચોથા ક્રમે જ્યારે સપા અને બસપાના ઉમેદવારો અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા.
 
સોનિયા સૌથી લાંબા સમય સુધી સાંસદ રહી: સોનિયા ગાંધી આ બેઠક પરથી પ્રથમ વખત તેરમી લોકસભા માટે ચૂંટાયા હતા. આ પછી, તે સતત ચૌદમી, પંદરમી, સોળમી અને સત્તરમી લોકસભા માટે ચૂંટાયા. 2009માં સોનિયા ગાંધીએ બીએસપીના ઉમેદવારને 3 લાખ 70 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ ત્રીજા ક્રમે રહી હતી. પરંતુ, 2019  આવતા સુધી હારનું માર્જિન ઓછું થવા લાગ્યું. સોનિયા ગાંધીએ આ ચૂંટણીમાં 1 લાખ 67 હજાર મતોથી જીત્યા હતા. 
 
જો કે હાલમાં એવી અટકળો ચાલી રહી છે કે સોનિયા ગાંધી આ સીટ  પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે, પરંતુ ઉમેદવાર કોણ હશે તે પાર્ટીની યાદી જાહેર થયા બાદ જ ખબર પડશે. પરંતુ, એક વાત નક્કી છે કે પ્રિયંકા ગાંધી આ વખતે ચૂંટણી લડે કે અન્ય કોઈ, આ બેઠક પર કોંગ્રેસ માટે ચૂંટણી આસાન નહીં હોય.


ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર