બેંગલુરૂ અને હૈદરાબાદમાં લોંચ થયો જિયોનો ટ્રૂ 5G

ગુરુવાર, 10 નવેમ્બર 2022 (23:22 IST)
નવી દિલ્હી.  મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, વારાણસી અને નાથદ્વારામાં જિયો ટ્રૂ 5જી સેવાઓના સફળ બીટા-લોન્ચ પછી, Jio એ બેંગલુરુ અને હૈદરાબાદમાં પણ ટ્રૂ 5જી લોન્ચ કર્યું છે. આ બંને શહેરોને ભારતના સાયબર અને ડિજિટલ હબ ગણવામાં આવે છે. ટ્રૂ 5જીની ખરી કસોટી આ શહેરોમાં થશે.

કંપનીએ તેના નિવેદનમાં કહ્યું છે કે  જિયો ટ્રૂ 5જી  નો ઉપયોગ છ શહેરોમાં લાખો વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેનો પ્રતિસાદ અત્યંત સકારાત્મક છે. ગ્રાહકોના પ્રતિસાદના આધારે, જિયો તેના નેટવર્કને સતત મજબૂત કરી રહ્યું છે. શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે જિયો તેની  ટ્રૂ 5જી સેવાઓને તબક્કાવાર રીતે રજૂ કરી રહ્યું છે.

જિયોનું કહેવું છે કે ગ્રાહકોને તેમના સ્માર્ટફોન પર 500 Mbps થી 1 Gbps ની સ્પીડ મળી રહી છે. ગ્રાહકો પણ મોટી માત્રામાં ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની દાવો કરે છે કે તે ભારતમાં એકમાત્ર ટ્રૂ 5જી નેટવર્ક છે અને તેણે તેના ટ્રૂ 5જી નેટવર્કની ઘણી સુવિધાઓને સૂચિબદ્ધ કરી છે.

1.  સ્ટેન્ડ-અલોન 5G આર્કિટેક્ચર નેટવર્ક, 4G નેટવર્ક્સ પર શૂન્ય નિર્ભરતા સાથે.
2.700 MHz, 3500 MHz અને 26 GHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમનું સૌથી મોટું અને શ્રેષ્ઠ મિશ્રણ.
3. કેરિયર એગ્રીગેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, Jio આ 5G ફ્રીક્વન્સીઝનો મજબૂત "ડેટા હાઇવે" બનાવે છે.

10 નવેમ્બરથી, બેંગ્લોર અને હૈદરાબાદના જિયો યૂઝર્સને વેલકમ ઓફર માટે આમંત્રિત કરવાનું શરૂ થયું છે. આ ઓફરમાં ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 જીબીપીએસ + સ્પીડ અને અનલિમિટેડ 5જી ડેટા મળશે.

  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર