Sawan 2023: રાશિ મુજબ કરો ભગવાન ભોલેનાથની પૂજા, શ્રાવણમાં પૂરી થશે મનોકામના, મળશે શિવ કૃપા, ગ્રહ દોષ થશે શાંત

ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (00:18 IST)
શ્રાવણ મહિનો  17 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ભગવાન ભોલેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાયો કરે છે. જો તમે તમારી  રાશિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરશો તો ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈને આશીર્વાદ આપશે. તો આવો જાણીએ શ્રાવણમાં રાશિ મુજબ કેવી રીતે કરશો પૂજા  
 
મેષ - મેષ રાશિના જાતકો બિલિપત્ર, લાલ ચંદન અને લાલ ફુલથી ભગવાન ભોલેનાથની પૂજા કરે. ગુલાબજળમાં થોડો ગોળ નાખીને શિવજીનો અભિષેક કરો. ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો. 
 
વૃષભ - શ્રાવણમાં તમારી રાશિના લોકો ગાયના દૂધ, દહી, સફેદ ફુલ, ગંગાજળ વગેરેથી શિવજીની પૂજા કરે. કેવડા અને દહીથી શિવલિંગનો અભિષેક કરે. મહામૃત્યુંજયના મંત્રનો જાપ કે ઓમ નાગેશ્વરાય નમ: મંત્રનો જાપ કરે.  
 
મિથુન - મિથુન રાશિના જાતકો  શ્રાવણ મહિનામાં ભાંગ, ધતૂરો, કુશ, મગ અને દુર્વાથી ભગવાન ભોલેનાથની પૂજા કરો. પાણીમાં દહી મિક્સ કરીને શિવલિંગ નો અભિષેક કરો. શેરડીનો રસ પણ અર્પિત કરી શકો છો. અને ઓમ નમ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલં ઓમ નમ: મંત્રનો જાપ કલ્યાણકારી રહેશે. 
 
કર્ક - કર્ક રાશિના લોકો શ્રાવણમાં ભગવાન શિવને સફેદ ફુલ, ચંદન, અત્તર, ગાયનુ દૂધ, ભાંગ વગેરે ચઢાવે. ઘી થી રૂદ્રાભિષેક કરો. ઓમ ચંદ્રમોલેશ્વર નમ: મંત્રનો જાપ તમારે માટે શુભ ફળદાયી રહેશે. 
 
સિંહઃ સિંહ રાશિના જાતકો શ્રાવણ મહિનામાં પાણીમાં ગોળ ભેળવીને ભોલેનાથને અભિષેક કરો. મદારનું ફૂલ, ઘઉં, લાલ ફૂલ ચઢાવો. ઓમ નમઃ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલમ ઓમ નમઃ મંત્રનો જાપ કરો. પૂજા સમયે મહાદેવ સામે ઘીનો દીવો પ્રગટાવો.
 
કન્યાઃ કન્યા રાશિના લોકોએ  શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની ભાંગ, બેલપત્ર, દૂર્વા, સોપારી, ધતુરો, ગંગાજળ વગેરેથી પૂજા કરવી જોઈએ. શેરડીનો રસ પણ ચઢાવી શકાય. તમારા માટે પણ એક ફળદાયી મંત્ર છે ઓમ નમઃ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલં ઓમ નમઃ. 
 
તુલા - શ્રાવણ માસમાં કન્યા રાશિના જાતક શિવજીને સફેદ ચંદન,  ગંગાજળ, દહીં, મધ, શ્રીખંડ વગેરે ચઢાવો. ભગવાન શિવને અત્તરથી અભિષેક કરો અથવા ગંગાના જળમાં ચંદન મિશ્રિત કરો. ગાયના દૂધમાં સાકર મિક્સ કરીને ભોલેનાથને ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી તમારું કલ્યાણ થશે.
 
વૃશ્ચિક - ભગવાન ભોલેનાથને શ્રાવણ માસમાં લાલ ગુલાબ અથવા કોઈપણ લાલ ફૂલ, બેલપત્ર અર્પણ કરો. તેમને માટે પંચામૃત બનાવીને શિવલિંગ પર અભિષેક કરો. ઓમ હૌમ ઓમ જૂં સ: મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળશે. શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે.
 
ધનુ: શ્રાવણ માસમાં ભગવાન શંકરને પીળા ફૂલ અથવા પીળા ગુલાબ, પીળા ફૂલોની માળા, બેલપત્ર, પીળા ચંદન, સાકર અર્પણ કરો. ગાયના દૂધમાં હળદર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો. ચણાના લોટની મીઠાઈનો ભોગ લગાવો. ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમઃ નો જાપ કરો. શિવ તમને આશીર્વાદ આપશે.
 
મકર  : તમારી રાશિના લોકોએ શિવજીને નીલકમલ કે નીલા ફુલ બેલપત્ર શમીના પાન ભાંગ ધતૂરો વગેરે ચઢાવવા જોઈએ.  નારિયળ પાણીથી શિવલિંગનો અભિષેક કરો. અડદની દાળથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. ઓમ હૌમ ઓમ જૂં સ: મંત્રનો જાપ કરો. દેવોના દેવ મહાદેવ તમારી રક્ષા કરશે. 
 
કુંભ - શ્રાવણ માસમાં તમે ભગવાન શિવને ભૂરા રંગના ફુલ, શમીના પાન, શેરડીનો રસ વગેરે ચઢાવો. તલના તેલથી મહાદેવનો અભિષેક કરો. અડદથી બનાવેલી મીઠાઈ અર્પિત કરો. ઓમ હૌમ ઓમ જૂં સ: મંત્ર તમારે માટે લાભકારી રહેશે. 
 
મીનઃ મીન રાશિના જાતકોએ શ્રાવણમાં શિવની પૂજા કરવા માટે પીળા ફૂલ, શેરડીનો રસ, કેસર અથવા કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરવો જોઈએ. નાગકેસર અને પીળી સરસવ પણ ચઢાવી શકાય છે. દહીં અને ચોખા અર્પણ કરો. ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમઃ મંત્રનો જાપ કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર