અમદાવાદમાં BU વિનાના બાંધકામ સામે કાર્યવાહી, પ્લાન પાસ વિનાની પ્રોપર્ટી સીલ થશે

બુધવાર, 26 જૂન 2024 (14:51 IST)
રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર એનઓસી મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું હતુ અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.અમદાવાદ શહેરમાં BU અને ફાયર એનઓસી ન ધરાવનાર હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, ગેમ ઝોન, પ્રિ-સ્કૂલ, સ્કૂલો સહિતની મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારે એસ્ટેટ વિભાગની ટીમોએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટમાં ચેકિંગ હાથ ધર્યું છે. જે ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ વગેરે મિલકતોને બીયુ પરમિશન ન હોય તો તેને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી છે.
Action against construction without BU in Ahmedabad
 
રેસ્ટોરાં અને ફૂડમાં તપાસ કરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ્ટેટ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટમાં ચેકિંગ હાથ ધર્યું છે. સવારથી એસ્ટેટ વિભાગની અલગ અલગ ટીમો ચેકિંગ કરવા નીકળી છે. એસજી હાઇવે, રિંગ રોડ, ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા, બોપલ, ઘુમા, ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં અનેક રેસ્ટોરાં અને ફૂડ કોર્ટ બની ગઈ છે. પરંતુ કોઈપણ પ્લાન પાસ અને બીયુ પરમિશન લેવામાં આવી નથી.
 
મંગળવારે 51 પ્રિ-સ્કૂલને સીલ કરી
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મંગળવારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રિ-સ્કૂલ અને ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો સહિતની મિલકતોમાં પરવાનગી વિનાનું બાંધકામ હોય તેની સામે કાર્યવાહી કરી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી બીયુ પરમિશન વિનાની 51 પ્રિ-સ્કૂલો, 3 ટ્યુશન ક્લાસિસ અને 50 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને સીલ મારવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર