સ્નાન કરતી વખતે ભગવાનના મંત્ર કે સ્તુતિ ન બોલવી જોઈએ, જાણો પૂજા-પાઠના સમાન્ય નિયમ
શનિવાર, 25 ઑગસ્ટ 2018 (07:52 IST)
પૂજા-પાઠ સાથે જોડાયેલ નિયમ અને મહત્વપૂર્ણ વાતો અનેક લોકોને જાણ હોતી નથી. તેને કારણે રોજ ઘરમાં થનારી પૂજા-પાઠમાં અજાણતા જ ભૂલો થાય છે. આને કારણે પૂજાનુ પુર્ણ ફળ મળતુ નથી. કેટલીક ભૂલોને કારણે તો દોષ પણ લાગે છે. ગ્રંથોના આ નિયમોમાં દેવી-દેવતાઓને ચઢાનરા ફૂલ, પત્ર અને પૂજા કરવાની દિશા સહિત અન્ય મહત્વપૂર્ણ વાતો બતાવી છે. આ ઉપરાંત કંઈ વાતો અને કામોથી બચવાનુ છે એ પણ બતાવાયુ છે.
શુ કરશો
-પૂજાના આ નિયમ ધ્યાનમાં રાખો
- એક હાથથી પ્રણામ ન કરવુ જોઈએ.
- સ્નાન કરતી વખતે ભગવાનના મંત્ર કે સ્તુતિ ન બોલવા જોઈએ.
- જાપ કરતી વખતે જીભ કે હોઠ ન હલાવવા જોઈએ. આને ઉપાંશુ જપ કહે છે. આનુ ફલ સોગણુ ફળ આપનારુ હોય છે
- જાપ કરતી વખતે જમણા હાથને કપડાથી કે ગૌમુખીથી ઢાંકીને મુકવુ જોઈએ.
- પૂજા કર્ય અપછી અસનની નીચેની જમીનને સ્પર્શ કરી નેત્રો પર લગાવવા જોઈએ.
- દેવી પૂજામાં લાલ આસન અને વિષ્ણુ વગેરે દેવતાઓની પૂજામાં પીળા આસનનો ઉપયોગ કરો.
- શિવજીની પૂજામાં કુશાના આસનનો ઉપયોગ કરવો જોઈએ.
-પૂજાનુ આસન ઢાબળાનુ કે કુશનુ હોવુ જોઈએ.
-પૂજામાં ઘી નો દીવો તમારી ડાબી બાજુ અને દેવતાઓના જમણી બાજુ મુકો. અને ચોખા પર દીવો મુકીને પ્રગટાવો. i
બધા ધાર્મિક કાર્યોમાં પત્નીને જમણા ભાગમાં બેસાડીને ધાર્મિક ક્રિયાઓ પૂરી કરવી જોઈએ.
- કપાળ પર તિલક લગાવીને જ પૂજા કરો.
- પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢુ કરીને પૂજા કરવી જોઈએ.
- કોઈને પણ કોઈ વસ્તુ કે દાન દક્ષિણા જમણા હાથથી જ આપવુ જોઈએ.
શુ ન કરવુ
- સંક્રાંતિ, દ્વાદશી, અમાસ, પૂર્ણિમા, રવિવાર અને સૂર્યાસ્તના સમયે તુલસી તોડવાથી દોષ લાગે છે.
- દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ
- ભોજન પ્રસાદને ઓળંગવુ નહી
- કૃષ્માંડની સ્ત્રીઓએ સ્ત્રીઓ ન તોડે કે ચપ્પુથી કાપે નહી. આ સારુ નથી મનાતુ.
પૂજાના નિયમો
જાણો ફૂલ પત્ર અને પાણી વિશે માહિતી
શંકરજીને બિલિપત્ર વિષ્ણુજીને તુલસી અને ગણેશજીને દુર્વા લક્ષ્મીજીને કમળ પ્રિય છે. શિવજીને કુંદ વિષ્ણુજીને ધતુરો દેવીજીને આંકડો અને સૂર્ય ભગવાનને તગરના ફૂલ ન ચઢાવશો. ગણેશજીને દુર્ગાજીને અને સૂર્ય નારાયણને બિલિ પત્ર ન ચઢાવો.
- પાચ રાત સુધી કમળનુ ફુલ વાસી નથી થતુ
- દસ રાત સુધી તુલસી પત્ર વાસી નથી થતુ
- સોન ચાંદીના પાત્રમાં મુકેલુ પાણી અશુદ્ધ નથી થતુ.