રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. કોરોનાએ હરણફાળ ભરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 21,225 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 16 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9245 લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10215 લોકોના મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ 22 હજાર 778 અને રાજ્યમાં 116843 એક્ટિવ કેસ છે.
સુરત કોર્પોરેશનમાં 2124
વડોદરા કોર્પોરેશનમાં 2432
રાજકોટ કોર્પોરેશનમાં 1502
ગાંધીનગર કોર્પોરેશનમાં 612
છોટાઉદેપુરમાં 7
ગુજરાતમાં આજે કોરોનાને લીધે 16 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10215 નાગરિકોનાં મોત પણ તઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 16 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 1, ખેડા 1 અને ભાવનગરમાં 1 નાગરિકનું મોત થયું છે.
રાજ્યમાં 116843 એક્ટિવ કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે જ્યારે 116691 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત આજે 8,95,730 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. રાજ્યનો રિકવરી રેટ 87.58 ટકા છે.