Health Tips: ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ, થશે મોટુ નુકશાન

મંગળવાર, 14 જુલાઈ 2020 (05:00 IST)
એવા ઘણા લોકો છે જેઓ પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સતર્ક રહે છે. તે સ્વસ્થ શરીર માટે ઘણુ બધુ કરે છે. કેટલાક લોકો એવા હોય છે જે સવારે ઉઠીને ખાલી પેટ  ફણગાવેલા અનાજ અને સુકો મેવો ખાય છે જ્યારે કેટલાક એવા છે જે ખાલી પેટ પર ફળો ખાય છે. પરંતુ શું તમે જાણો છો એવી ઘણી વસ્તુઓ છે જે તમારે ખાલી પેટ પર જ ન ખાવી જોઈએ. આ વસ્તુઓ તમારા આરોગ્ય પર ખરાબ અસર નાખે છે. આજે અમે તમને આવીજ વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જએ ખાલી પેટ ખાવાથી આપણા આરોગ્ય પર ખરાબ અસર કરે છે. 
`
જામફળ - જે લોકોની પણ પાચન શક્તિ કમજોર છે તેમણે ખાલી પેટ જામફળનુ સેવન ન કરવુ જોઈએ.  ખાલી પેટ જામફળનુ સેવન કરવાથી પેટમાં ગેસ બને છે અને પેટ ફુલવા માંડે છે. શિયાળામાં તેને ખાલી પેટ ખાશો તો પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. 
 
ટામેટાં - ટામેટાંમાં એસિડની માત્રા વધારે હોય છે. આને કારણે તેનો વધુ પડતો ઉપયોગ એસિડિટીનું કારણ બની શકે છે અને તેનાથી છાતીમાં બળતરાની ફરિયાદ કારણ બને છે.  ટામેટાંનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુ:ખાવો અને ગેસની સમસ્યા થાય છે.
 
ખાટા ફળોનું સેવન ન કરો - ખાટાં અને ફાઇબરવાળા ફળ જેવા કે જામફળ અને નારંગી વગેરે સવારે ખાલી પેટ ખાવાનું  ટાળવું જોઈએ. તેનાથી પાચનતંત્ર પર સારી અસર નથી પડતી. તેવી જ રીતે ખાલી પેટ દહીં ન ખાશો, નહીં તો સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.
 
ખાલી પેટ ચા પીવાનું ટાળો- ખાલી પેટ પર સવારે ચા પીવાનું ટાળો. ચામાં ઘણા પ્રકારના એસિડ હોય છે. તમે ખાલી પેટ ચા પી ને તમારા પેટને સીધુ નુકશાન પહોંચાડો છો. તેનાથી અલ્સર અથવા ગેસ જેવી સમસ્યાઓની સંભાવના વધી જાય છે. લોકો માને છે કે સવારે ચા પીવાથી શરીરમાં ચુસ્તી આવી જાય છે. પણ આ ખોટું છે. ખાલી પેટ પર ચા પીવાથી આખો દિવસ થાક અને સ્વભાવમાં ચીડચીડાપણુ આવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર