Noida Society Viral Video: નોએડાની સોસાયટીમાં લિફ્ટમાં જઈ રહેલી બાળકીને કૂતરાએ બચકુ ભર્યુ, વાયરલ થયો વીડિયો

બુધવાર, 8 મે 2024 (12:28 IST)
dog bite in lift
 Dog Bite Viral Video: સોશિયલ મીડિયા પર કૂતરાના હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે.  આ મામલો નોએડાની એક સોસાયટીનો બતાવાય રહ્યો છે. જ્યા એક જાણીતી સોસાયટીમાં કૂતરાએ  લિફ્ટમાં જઈ રહેલી બાળકી પર હુમલો કરી દીધો. આ ક્લિપ ઈંટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. 

કૂતરના હુમલાનો એક વીડિયો ઈંટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઉત્તરપ્રદેશના નોએડાની એક સોસાયટીનો છે. જ્યા લિફ્ટમાં જઈ રહેલી એક બાળકી પર કૂતરાએ હુમલો કર્યો. હુમલા દરમિયન એક માણસ લિફ્ટમાં આવીને જેમ તેમ કરીને ડોગીને બહાર કાઢતો જોવા મળી રહ્યો છે. 
 
રિપોર્ટ મુજબ આ પાલતૂ ડોગી આ પહેલા પણ ટાવર 2 ના ફેલ્ટ નંબર 201 ની એક મહિલાને કરડી ચુક્યો છે. હવે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો સીસીટીવી ફુટેજ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલામાં પીડિત પરિવારે જણાવ્યુ કે આ પાલતૂ ડોગી કારણ વગર લૉબીમાં ફરતો રહે છે અને જેવો લિફ્ટનો દરવાજો ખુલે છે એ હુમલો કરી દે છે.  
 
આ વીડિયો 7 મે ના રોજ X હેંડલ પર @GreaterNoidaW પરથી પોસ્ટ કરવામાં આવ્યો. તેના કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો - નોએડાના સેક્ટર 107માં આવેલ લોટસ 300 સોસાયટીમાં કૂતરાએ લિફ્ટમાં ઘુસીને બાળકીને બચકા ભર્યા.  હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર છવાય ગઈ છે. 
 
સમાચાર લખતા સુધી આ પોસ્ટને 27 હજારથી વદુ વ્યુઝ અને સેંકડો લાઈક્સ મળી ચુક્યા છે. સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની મિક્સ પ્રતિક્રિયા આપી છે. જ્યા કેટલાક યુઝર્સે ડૉગ લવર્સને લઈને ટોણો માર્યો. બીજી બાજુ અનેક યુઝર્સનુ કહેવુ છે કે વીડિયોમાં તો એવુ કશુ નથી દેખાતુ જેટલો મામલો ખેચવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો આને ખોટો બતાવી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર