સુરત શહેરમાં એકાદ વર્ષ અગાઉ શો રૂમ શરૂ કરનાર શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સ પર આઈટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવતાં અન્ય જવેલર્સમાં ફફડાટ ફેલાયો છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા શો રૂમ સહિત શાહ વીરચંદ ગોવનજીના વાપી, વલસાડ સહિતના શો રૂમમાં તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં આ વખતે આઈટીના અધિકારીઓએ એસઆરપીના કાફલાના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી.