#Worldwar - પુતિને વિશ્વ યુદ્ધની આશંકાને જોતા વિદેશોમાં રહેતા રશિયન લોકોને પરત ફરવા કહ્યુ

ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (16:25 IST)
સીરિયા સંકટ પર રૂસ અને અમેરિકા તનાવ વિશ્વ યુદ્ધમાં બદલાઈ શકે છે.  રૂસની મિલિટરી તૈયારીયો સ્પષ્ટ રૂપે તેના ભયાવહ સંકેટ આપી રહી છે.   પુતિન ખૂબ આક્રમક નિર્ણય લેતા દેખાય રહ્યા છે. સૂત્રોના હવાલાથી હાલ સમાચાર આવ્યા છે કે  પુતિને રૂસના ઉચ્ચ અધિકારીઓ, રાજનેતાઓ અને તેમના પરિવારને ઘરે(હોમલેંડ)પરત ફરવાનુ કહ્યુ છે. આ ક્રમમાં રૂસે બુધવારે અંતરમહાદ્વીપીય બલિસ્ટિક મિસાઈલોનુ પરિક્ષણ પણ કર્યુ છે. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ રૂસની સેનાએ જાપાનના ઉત્તરમાં ગોઠવાયેલા પોતાની સબમરીનથી  ન્યૂક્લિયર વોરહેડ ઉઠાવવાની ક્ષમતાવાલા એક રોકેટનુ પરિક્ષણ કર્યુ છે. રૂસની મીડિયા એજંસીઓ મુજબ રૂસન ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એક ઘરેલુ સાઈટથી પણ મિસાઈલ છોડવામાં આવી છે. 
 
રૂસનુ આક્રમક પગલુ આટલાથી જ રોકાયુ નહી. સીએનએનની રિપોર્ટ મુજબ રૂસે પોલેંડ અને લિધુવાનિયા સાથે લાગેલી સીમા પર પણ ન્યૂક્લિયર ક્ષમતાવાળી મિસાઈલો ગોઠવી દીધી છે. રૂસના આ પગલાને આંતરરાષ્ટ્રીય સમજૂતી તોડનારુ બતાવાય રહ્યુ છે. પણ સીરિયા સંકટને લઈને આ વખતે રૂસ કોઈ સમજૂતીના મૂડમાં નથી લાગી રહ્યુ. 
 
રૂસે તાજેતરમાં એ પણ કહ્યુ કે સીરિયાને લઈને અમેરિકા સાથે તનાવ વધવા વચ્ચે તેના બે જંગી જહાજ ભૂમધ્ય સાગરમાં પરત ફર્યા છે. રૂસે કહ્યુ હતુ કે તેણે પોતાની એસ 300 હવાઈ રક્ષા મિસાઈલ પ્રણાલીને સીરિયાના ટારટસ સ્થિત નૌસેના કેન્દ્રમાં મોકલી છે. 
 
આ પહેલા રૂસના રાષ્ટ્રપતિએ પોતાના દેશના બધા મોટા રાજનેતાઓ, અધિકારીઓ અને તેમના પરિવાર માટે ચેતાવણી રજુ કરી ચુક્યા છે. પુતિને ચેતાવણીમાં કહ્યુ કે તેઓ (ટોપ અધિકારી, રાજનેતા) વિદેશોમાં રહેનારા પોતાના બાળકો અને પરિવારના લોકોને દેશમાં પરત બોલાવી લે. સ્થાનીક અને વૈશ્વિક મીડિયા આ આદેશને થર્ડ વર્લ્ડ વૉરની આશંકાના હેઠળ જોઈ રહી છે. 
 
રૂસના પૂર્વ રાષ્ટ્રપતિ અને સોવિયત રૂસના કદાવર નેતા રહી ચુકેલ મિખાઈલ ગોર્બાચોવે પણ હાલત પર ચિંતા જાહેર કરી છે. ગોર્બાચોવે ચેતાવ્યુ કે રૂસ અને અમેરિકા વચ્ચે વધતા તનાવને કારણે દુનિયા ખતરનાક મોડ પર પહોંચી ગઈ છે. 
 
2011થઈ સીરિયામાં ગૃહયુદ્ધની હાલત છે અને વિશ્વની બે મહાશક્તિઓમાં તેને લઈને તનાવ છે. સીરિયાની બશર અલ અસદ સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. અમેરિકા જ્યા અસદ વિરોધીઓની સાથે છે તો બીજી બાજુ રૂસ અસદ સરકારને મદદ કરી રહ્યુ છે.  રૂસ એલેપ્પોમાં અસદ સરકારની મદદ માટે બોમ્બબારી પણ કરી રહ્યુ છે. ગયા મહિને યુદ્ધ વિરામ ખતમ થયા પછીથી જ આ બોમ્બબારી સતત ચાલુ છે. 

વેબદુનિયા પર વાંચો