મહારાષ્ટ્ર મંત્રીમંડળનો વિસ્તાર - અજિત પવાર બન્યા ડિપ્ટી સીએમ, આદિત્યએ પણ લીધી શપથ, જુઓ કંઈ પાર્ટીમાં કોણ બન્યુ મંત્રી
સોમવાર, 30 ડિસેમ્બર 2019 (15:08 IST)
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ચાલી રહેલ મહા વિકાસ ગઠબંધન સરકારના મંત્રીપરિષદનુ આજે પ્રથમ વિસ્તાર થઈ ગયુ. શપથ ગ્રહણ સમારંભ બપોરે એક વાગ્યે વિધાનભવનમાં શરૂ થયો જ્યા કુલ 35 મંત્રીઓએ શપથ લીધી. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃતમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર (MVA)નુ ગઠન 28 નવેબરના રોજ થયુ હતુ. કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉત શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ અને રાકાંપાના જયંત પાટિલ અને છગન ભુજબલે 28 નવેમ્બરના રોજ ઠાકરે સાથે શપથ લીધી હતી.