Ram Mandir Ayodhya Live: અયોધ્યામાં આજથી શરૂ થશે પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજા, 150 વિદ્વાન સમારંભમાં લેશે ભાગ, 22 જાન્યુઆરીના રોજ વિરાજશે પ્રભુ શ્રીરામ
- યજમાન ડૉ. અનિલ મિશ્રના દશવિધિ સ્નાનથી અનુષ્ઠાનની થશે શરૂઆત
- પ્રતિમા નિર્માણ સ્થળ પર કર્મકુટીનુ થશે પૂજન
Ram Mandir Ayodhya Live Update: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અને પૂજા વિધિ આજથી(16 જાન્યુઆરી) શરૂ થશે. બપોરે દોઢ વાગે યજમાન ડો. અનિલ મિશ્રના દશવિધિ સ્નાનથી અનુષ્ઠાન શરૂ થશે. પ્રતિમા નિર્માણ સ્થળ પર કર્મકુટીનુ પૂજન થશે. સાંજે પ્રતિમા નિર્માણ સ્થળ વિવેક સુષ્ટિમાં હવન થશે.
50 વિદ્વાન પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં લેશે ભાગ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પર વૈદિક પુજારી સુનીલ લક્ષ્મીકાંત દીક્ષિતનુ કહેવુ છે કે "લગભગ 150 વિદ્વાન પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લેશે. આ પ્રાર્થના આજથી શરૂ થશે અને 22 જાન્યુઆરીની સાંજ સુધી ચાલુ રહેશે. યજમાનની શુદ્ધિ અને પૂજાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે આજે પ્રાયશ્ચિત પ્રાર્થના કરવામાં આવશે. વિષ્ણુ પૂજા, ગોદાન... કરવામાં આવશે. ત્યારબાદ મૂર્તિની શુદ્ધિ કરી પૂજા કરવામાં આવશે."
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી સાક્ષી મહાનુભાવોને કરાવવામાં આવશે દર્શન
ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પુરો થયા બાદ બધા સાક્ષી મહાનુભાવોને દર્શન કરાવવામાં આવશે.
રામ મંદિરમાં લાગ્યા 11 સુવર્ણ મંડિત કપાટ
રામ મંદિરના ભૂતલ પર 14 થી 11 સુવર્ણ કપાટ લગાવી દેવામાં આવ્યા. તેમા મુખ્યદ્વારનો પણ સમાવેશ છે. મંદિરના ગર્ભગૃહમાં કપાટ લાગી ગયા. આ ઉપરાંત સિંહદ્વાર પર ચાર પલ્લાવાળો દરવાજો લગાવવામાં આવ્યો છે.