અમદાવાદમાં કેજરીવાલની પત્રકાર પરિષદમાં બૂટ-ચંપલ બહાર ઉતરાવ્યા, જાણો કેમ

મંગળવાર, 15 જૂન 2021 (07:36 IST)
ગુજરાતન એક દિવસના પ્રવાસે પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત વલ્લભ સદન હવેલી મંદિરમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું, પરંતુ તેનાથી વધુ ચર્ચા બીજી વાતની થઇ રહી છે. જોકે પત્રકાર પરિષદ મંદિરની બાજુના હોલમાં યોજાઇ હતી. એટલા માટે પત્રકારો, આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સહિત તમામ લોકો પાસે બૂટ ચંપલ્લ બહાર કઢાવ્યા હતા. 
 
કેજરીવાલની પત્રકાર પરિષદ દરમિયાન બી-ડિવિઝનના એસીપી એલબી ઝાલા,અ ગુજરાત યૂનિવર્સિટીના પીએસા વીજે જાડેજા અને પોલીસકર્મીઓ જૂતા પહરેલા જોવા મળ્યા હતા. એવા ચર્ચા થઇ રહી છે કે ક્યાં કેજરીવાલ પર હુમલાની આશંકામાં તો બાકી લોકો પાસે બૂટ ચંપલ બહાર ઉતરાવ્યા ન હતા. કારણ કે કેજરીવાલ પર શાહી, મરચાંનો પાવડર અને બૂટ ચંપલ ફેંકવાની ઘટનાઓ ઘણીવાર સામે આવી ચૂકી છે. 9 એપ્રિલ 2016ના રોજ દિલ્હીમાં કેજરીવાલની પીસી દરમિયાન એક યુવકે તેમના પર બૂટ ઉછાળ્યું હતું. 
 
કેજરીવાલના આવવાના સમાચાર સાંભળતા જ આસપાસના જિલ્લામાંથી પણ કાર્યકર્તા અમદાવાદ પહોંચ્યા હતા. પરંતુ ઘણા પાસે પાર્ટીના આઇડી કાર્ડ ન હોવાથી તેમને પત્રકાર પરિષદવાળા હોલમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. આઇડીકાર્ડ વાલા લોકોને જ અંદર જવા દીધા હતા. તેથી ઘણા કાર્યકર્તા બહાર ઉભેલા જોવા મળ્યા હતા. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલ પર 4 વાર હુમલો થઇ ચૂક્યો છે. 2016માં રાજસ્થાનના બીકાનેરમાં કેજરીવાલ પર શાહી ફેંકવામાં આવી હતી. શાહી ફેંકનાર એબીવીપીના નેતાની ધરપકડ કરવામાં આવી હતી. એપ્રિલ 2016માં જ્યારે કેજરીવાલ દિલ્હીના ઓડ એન્ડ ઇવનના સેકન્ડ ફેજની જાહેરાત કરી રહ્યા હત, ત્યારે એક યુવકે તેમના પર બૂટ ફેંક્યું હતું.
 
2018માં કેજરીવાલ દિલ્હી સચિવાલય સ્થિત પોતાની ઓફિસ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની ઓફિસની બહાર એક યુવક મરચાના પાવડરથી ભરેલી માચિસ લઇને ઉભો હતો. કેજરીવાલ પાસે આવતાં જ યુવકે મરચાંનો પાવડર તેમના ચહેરા પર ફેંક્યો હતો. 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીમાં રોડ શો દરમિયાન એક યુવકે કેજરીવાલની ગાડી પર ચઢીને તેમને લાફો માર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર