સુરતમાં દંડ ભરવાનું કહેતા મહિલાએ પોલીસ સાથે કરી મારામારી: જાણો વિગતો...

શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (12:26 IST)
સામાન્ય રીતે પોલીસ જાહેરમાં લોકોને મારતી હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા હશે. પરંતુ સુરતમાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં ટ્રાફિક પોલીસ સાથે એક મહિલા મારામારી કરવા ઉપર ઉતરી ગઇ હતી. થોડા સમય માટે મારા મારી કર્યા બાદ મહિલા બેભાન થઇ હોવાનું વીડિયોમાં દેખાય છે. સમગ્ર ઘટના નજીકમાં ઊભેલા સ્થાનિકે કેમેરામાં કેદ કરી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા પણ એકઠાં થયા હતા. મળતી માહિતી પ્રમાણે સુરતમાં બ્લેક ફિલ્મ લગાડેલી કાર લઇને એક મહિલા પસાર થતી હતી. ત્યારે ટ્રાફિક પોલીસે મહિલાને રોકી હતી. પોલીસે મહિલાને દંડ ભરવા માટે કહેતા મહિલા ઉશ્કેરાઇ હતી અને પોલીસ સાથે જીભાજોડી કરવાનુ શરૂ કર્યું હતું. બોલાચાલી ધીમેધીમે મારામારી સુધી પહોંચી ગઇ હતી. ઉશ્કેરાયેલી મહિલાએ પોલીસ સાથે મારામારી કરી હતી. પોલીસને કોલરથી પકડી તેની ટોપી પણ હાથમા લઇ લીધી હતી. થોડી ક્ષણો સુધી આ દ્રશ્ય સર્જાયા બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી. આ સ્થાનિક લોકોએ મહિલા ઉપર પાણી છાંટીને ભાનમાં લાવાનો પ્રયત્ન કરતા વીડિયોમાં નજરે ચડે છે. સમગ્ર ઘટના ટોળામાં ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. જોકે, આ ઘટનામાં હજી સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર