શ્રમિક બસેરા યોજના, 5 રૂપિયાના ટોકન દરે ગરીબોને મળશે આવાસ

શુક્રવાર, 19 જુલાઈ 2024 (08:41 IST)
Shramik basera Yojana -અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે સીએમની આગેવાનીમાં શ્રમિક બસેરા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે
 
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે.'
શ્રમિક બસેરા યોજના અંતર્ગત 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની સગવડ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે 5 રૂપિયાના ટોકન દરે આવાસ આપવામાં આવશે.

 
શ્રમિકોને રહેઠાણની સુવિધા સાથે સ્વચ્છ પાણી, રસોડું, વીજળી, સીસીટીવી, શૌચાલય, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, સ્વચ્છતા, મેડિકલ ફેસિલિટી સહિતની સુવિધાઓ અહીં મળશે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર