ઊનના કપડા પર લાગેલા ડાઘથી આ રીતે મેળવો છુટકારો.

બુધવાર, 23 નવેમ્બર 2016 (00:15 IST)
શિયાળાના મૌસમમાં ઉની કપડાની કાળજી કરવું પણ બહુ જરૂરી છે. તેમની જો સારી રીતે કેયર ન કરાય તો આ પહેરતા પણ સારા નહી લાગતા. ઉની કપડાન પર ડાઘ પડી જાય તો તેને છોડાવવા પણ કોઈ સરળ કામ નહી. આવો જાણીએ કેવી રીતે ગર્મ કપડા પર લાગેલા ડાઘને છોડાવીએ. 
1. પેંસિલના ડાઘ 
ગર્મ કપડા પર પેંસિલના ડાઘ પડવાથી સિરકા અને અલ્કોહલને સમાન માત્રામાં મિક્સ કરી અને ડાઘ પર લગાવી દો. એને થોડી વાર માટે એમ જ રહેવા દો. ત્યારબાદ તેને હળવા હાથથી રગડવાથી ડાઘ સરળતાથી નિકળી જશે. 
 
2. સ્યાહીના ડાઘ 
ઉની કપડા પર સ્યાહીના ડાઘ પડતા ડાઘને સ્પિરિટમાં પલાળી અને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
3. ચાના ડાઘ 
 કપડા પર ચા પડી જાય તો તેના પર સ્પિરિટ લગાવીને કપડાને ધોવું. એનાથી ડાઘ નિકળી જશે. 
 

વેબદુનિયા પર વાંચો