Fact Check - શુ સફેદ રંગ ખરેખર ઘરને ઉનાળાની ગરમીથી બચાવે છે?

સોમવાર, 3 જૂન 2019 (10:41 IST)
એવું મનાય છે કે જો ઘરની છત પર સફેદ રંગ મારી દેવામાં આવે તો તેનાથી ઘરનું તાપમાન ઠંડું રહે છે. 
પણ શું તમને ખબર છે કે આવું કરવાથી ઘરનું કેટલું તાપમાન ઓછું થાય છે? 
 
એક ઇન્ટરવ્યૂમાં UN સેક્રેટરી જનરલ બાન કી મૂને જણાવ્યું હતું કે આ પ્રક્રિયાથી ઘરનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું થાય છે, જ્યારે ઘરની અંદરનું તાપમાન સાત ડિગ્રી સુધી ઓછું થાય છે. તો આ આંકડો આવે છે ક્યાંથી અને તેની પાછળ કેટલું ઊંડુ સંશોધન કરવામાં આવ્યું છે?
 
બાન કી મૂન અમદાવાદના એક પ્રોજેક્ટ અંગે વાત કરી રહ્યા હતા, કે જ્યાં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. વર્ષ 2017માં 3000 કરતાં વધારે છત પર સફેદ પેઇન્ટ કરવામાં આવ્યો હતો. આમ કરવાથી છત પર સૂર્યના વિકિરણ ઓછા શોષાય છે અને તેનાથી ઘરની ઇમારત ઓછી ગરમ છાય છે. છત ગરમ થતી નથી, જેનાથી ઘર વધારે ઠંડુ બને છે.
 
અમદાવાદમાં ઉનાળા દરમિયાન તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે ગુજરાતના પ્રોજેક્ટ પ્રમાણે છત પર સફેદ રંગ મારવાથી છતનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું થાય છે અને ઘરની અંદરનું તાપમાન સાત ડિગ્રી સુધી ઓછું થાય છે.
 
જોકે, આ પ્રોજેક્ટના સાચા આંકડા નથી.
 
અમદાવાદના પ્રોજેક્ટને જોયા બાદ અમેરિકા સ્થિત નેચુરલ રિસોર્સિઝ ડિફેન્સ કાઉન્સિલના અંજલી જૈસવાલ જણાવે છે, "ઠંડી છતને લીધે ઘરની અંદરનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ રહી શકે છે પણ તેનો આધાર કેવું કામ કરવામાં આવે છે તેના પર છે."
 
આ આંકડો બાન કી મૂન દ્વારા અપાયેલા આંકડાથી થોડો ઓછો છે. આવો જ પ્રોજેક્ટ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં પણ ચાલે છે જેના કારણે ઘરની અંદરનું તાપમાન સરેરાશ 2 ડિગ્રી સુધી ઓછું થાય છે. જોકે આ અંગે સાચી વિગતો મેળવવા માટે બીબીસીએ કૅલિફોર્નિયા સ્થિત બર્કેલી લેબના સંશોધનનો સહારો લીધો.
 
તેમાં જાણવા મળ્યું કે ઉનાળાની બપોર દરમિયાન સાફ સફેદ છત સૂર્યપ્રકાશને 80% અસર કરે છે કે અને તેનાથી તે 31 ડિગ્રી સેલ્સિયસ ઠંડી રહે છે. 
 
જોકે, કૅલિફોર્નિયા અને ભારતમાં પરિસ્થિતિ ઘણી અલગ હોય છે. કૅલિફોર્નિયામાં 60% કરતાં વધારે છત મેટલ, ખનિજ પદાર્થ અથવા તો સિમેન્ટ-કપચીની બનેલી હોય છે. તેનાથી જો છતને સફેદ પેઇન્ટ કરવામાં આવી હોય તો પણ ઇમારતની અંદર ગરમી પહોંચે છે.
 
જોકે, ભારતના બન્ને શહેર અમદાવાદ અને હૈદરાબાદમાં લૉન્ચ થયેલા છતને ઠંડી રાખવાના પ્રોજેક્ટમાં સફળતા મળી છે.
 
 
ન્યૂયૉર્કમાં હાલ જ 100 લાખ સ્ક્વેર ફૂટની છત પર સફેદ પેઇન્ટ કરવામાં આવ્યું છે આ વિચાર કોઈ નવો વિચાર નથી. દક્ષિણ યૂરોપ અને ઉત્તરી આફ્રિકન દેશોમાં આ પ્રક્રિયાને છેલ્લી ઘણી સદીઓથી અપનાવવામાં આવી રહી છે. ન્યૂયૉર્કમાં હાલ જ 100 લાખ સ્ક્વેર ફૂટની છત પર સફેદ પેઇન્ટ કરવામાં આવ્યો છે.
 
જ્યારે કૅલિફોર્નિયામાં બિલ્ડિંગ કોડને અપડેટ કરવામાં આવ્યા છે કે જેથી છતને ઠંડી રાખી શકાય. ઊર્જા બચાવવા માટે પણ આ એક મહત્ત્વપૂર્ણ પગલું કહી શકાય છે. ઠંડી છતથી એર કંડિશનર પર થતો ખર્ચ 40% સુધી બચાવી શકાય છે. 
 
મધ્ય ભારતમાં આવેલા ભોપાલમાં એક પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે ઉનાળામાં છત પર આ પ્રકારે સફેદ પેઇન્ટ કરવાથી નાની ઇમારતોમાં 303 કિલોવૉટ વીજળીનો બચાવ થયો હતો.
 
એવું પણ અનુમાન કરવામાં આવ્યું છે કે જો દુનિયાના દરેક મોટા શહેરમાં છતને સફેદ પેઇન્ટ કરવામાં આવે તો સંભવિત રૂપે દુનિયામાં કાર્બન ઉત્સર્જન ઓછું થઈ શકે છે.
 
બર્કેલી લેબનું કહેવું છે કે દુનિયાભરના ઘરોમાં જો આ રીતે છત પર પેઇન્ટ કરવામાં આવે તો દુનિયામાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન 24 ગીગાટન જેટલું ઓછું થઈ શકે છે.
 
આ આંકડો 20 વર્ષમાં 30 કરોડ કારને રસ્તા પરથી દૂર કરવા સમાન છે.
 
દરેક મોટા શહેરમાં છતને સફેદ પેઇન્ટ કરવામાં આવે તો સંભવિત રૂપે દુનિયામાં કાર્બન ઉત્સર્જન ઓછું થઈ શકે છે
ગરીબ દેશોમાં આ એક સસ્તો ઉપાય પણ છે.
 
અંજલી જૈસવાલનું કહેવું છે કે તેનો ખર્ચ માત્ર 1.5 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ થાય છે.
 
તેનાથી ખિસ્સા પર ભાર પડતો નથી અને સાથે સાથે ઠંડક રાખવા માટે ઊર્જાની બચત પણ થાય છે.
 
જોકે, અંજલી જૈસવાલનું કહેવું છે, "રાજકીય મંશા અને તેનું અમલીકરણ થવું એ મોટો સવાલ છે."
 
કેટલાક શહેરો કે જે શિયાળામાં ખૂબ ઠંડા રહે છે ત્યાં લોકો છત ગરમ રહે એમ ઇચ્છતા હોય છે.
 
એટલે જ લંડનની યુનિવર્સિટીની ટીમે નક્કી કર્યું છે કે નવી દિલ્હીના એક પ્રોજેક્ટમાં તેઓ સફેદ પેઇન્ટનો ઉપયોગ નહીં કરે.
 
દિલ્હી સ્થિત સેન્ટર ફોર અર્બન અને રિજનલ એક્સલન્સ એક્સીલેન્સના રેણુ ખોસલા જણાવે છે, "ત્યાં રહેતા સ્થાનિકો પણ છતને સફેદ પેઇન્ટ કરવાની વિરુદ્ધ હતા, કેમ કે છતનો ઉપયોગ બીજા પણ ઘણા કામ માટે કરવામાં આવે છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર