બીબીસી વર્લ્ડ સર્વિસ બ્રિટેન અને દુનિયાભરમાં પ્રશંસકો માટે બંગલા, હિન્દી, ઉર્દુ, તમિલ, મરાઠી, સિંહલી અને પશ્તૂન ભાષામાં ક્રિકેટ વિશ્વ કપનુ નવા રૂપમાં કવરેજ કરવા જઈ રહ્યુ છે. ઈગ્લેંડ અને વેલ્સથી વર્લ્ડ કપના સમગ્ર ટુર્નામેંટ દરમિયાન બીબીસી વર્લ્ડ સર્વિસના બહુભાષી પત્રકાર પોતાની ન્યુઝ અને વ્યુઝ શેયર કરશે. જેનો લાભ ભારત, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં સ્થિત વિશ્વ કપના લાખો પ્રશંસકોને મળશે.
મેચ દરમિયાન બીબીસી હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, તમિલ અને તેલુગુના બધા પેલ્ટફોર્મ પર એફબી લાઈવ, ભવિષ્યવાણીઓ, મેચ વિશેષ સ્ટોરી વગેરે મળી રહેશે.