કોરોના વાયરસ - વિશ્વમાં કેસની સંખ્યા 11 લાખ, મરણાંક 59 હજાર

શનિવાર, 4 એપ્રિલ 2020 (10:15 IST)
લોકડાઉનનો 10મો દિવસ કેવો રહ્યો
 
લૉકડાઉનના 10મા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું.આ સંબોધનમાં તેમણે કોરોના વાઇરસના સંકટને પડકારવા લોકોને પાંચ એપ્રિલ રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરની લાઇટ્સ ઓફ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઊભા રહીને મીણબત્તી પ્રગટાવવા કે મોબાઇલની ફ્લેશ-લાઇટ ચાલુ કરવા આહ્વાન કર્યું હતું.ઉપરાંત તેમણે જનતાની શિસ્ત અને સેવાભાવની પ્રશંસા કરી હતી.
 
ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 95એ પહોંચી હતી અને મૃત્યુ પામનારની સંખ્યા 9 થઈ હતી. સાત વર્ષની બાળકી અને 17 વર્ષના સગીરને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આંતરરાષ્ટ્રીય અને ડૉમેસ્ટિક યાત્રી ફ્લાઇટ્સ પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ યથાવત્ રહેશે અને ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે નિર્ણય પછી લેવામાં આવશે એમ કહ્યું.વધુમાં તેમણે કહ્યું, પરિસ્થિતિને જોતાં નિર્ણય કરવામાં આવશે કે કયા-કયા દેશોમાંથી ફ્લાઇટ્સને ભારત આવવા દેવી.
કોરોના વાઇરસ સામે લડવા વર્લ્ડ બૅન્કે ભારતને એક અબજ ડૉલરની મદદ આપવાની જાહેરાત કરી હતી.
શાહરૂખ ખાન પણ મદદ માટે આગળ આવ્યા હતા તેઓ મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળમાં 50 હજાર જેટલી પીપીઇ કિટની વ્યવસ્થા કરશે.
પશ્વિમ રેલવે કોવિડ 90ના દર્દીઓ માટે ક્વોરૅન્ટીન અને આઇસોલેશન સુવિધા બનાવવા માટે 420 કોચ તૈયાર કરી રહ્યું છે. ગુજરાતમાં કાંકરિયા, અમદાવાદ, ગાંધીધામ અને ભૂજમાં કોચિંગ ડેપોમાં કોચ તૈયાર થઈ રહ્યા છે.
 
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કર્યું હતું.
 
યોગી સરકારે તબલીગી જમાતના સભ્યો પર એનએસએ લગાવ્યો હતો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક હૉસ્પિટલમાં નર્સો સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ તબલીગી જમાતના સભ્યો પર લાગ્યો હતો. આ મામલે ઉત્તર પ્રદેશ સરકારે આરોપીઓની સામે નેશનલ સિક્યૉરિટી ઍક્ટ લગાવ્યો હતો. 
 
ચીને કંઈ ટૅકનૉલૉજીની મદદથી કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવ્યો?
 
જુઓ બીબીસી સમાચારમાં સમગ્ર વિશ્વ કેવી રીતે કોરોના વાઇરસ સંક્રમણના પ્રકોપથી લડી રહ્યું છે.
 
ગુજરાતમાં છ કરોડથી વધુ લોકોનો સર્વે પણ અનેક સવાલો ઊભા
 
પ્રતીકાત્મક તસવીર
 
ગુજરાતમાં અત્યાર સુધીમાં છ કરોડથી વધુ લોકોને આરોગ્ય સંબંધિત સર્વે કરાયો હોવાનું સરકારે કહે છે.
 
શનિવારની સ્થિતિ
વિશ્વમાં કોરોના વાઇરસના કારણે 59 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.
 
ગઈ કાલે ગુજરાતમાં પણ બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
 
ગુજરાતમાં 95 પૉઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 10 દરદી સાજાં થઈ ગયાં છે, જ્યારે નવનાં મૃત્યુ થયાં છે.
 
ભારતમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 2322એ પહોંચી હતી, જ્યારે 62 મૃત્યુ થયાં છે અને 162 દરદી સાજા થયા છે.
 
ગુજરાત તથા કેન્દ્ર સરકારના આંકડા સંબંધિત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેશબૉર્ડ પરથી લેવામાં આવ્યા છે.
 
વિશ્વની વાત કરીએ તો જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વભરમાં મરણાંક 59 હજારને પાર કરી ગયો છે. જેમાં સૌથી વધારે ઇટાલી (14,681) અને સ્પેનમાં 11,198 મૃત્યુ નોંધાયા છે. ત્યારે ફ્રાન્સમાં 6,507 મૃત્યુ થયાં છે.
 
વિશ્વમાં કોરોનાના 10,97,909 કેસ નોંધાયેલા છે. સૌથી વધારે અમેરિકા (2,76,995), ઇટાલી (1,19,827) સ્પેન (1,19,199) અને જર્મનીમાં (91,159) કેસ નોંધાયેલા છે.
 
કેસની સંખ્યા
કૂલ કેસ 11 લાખ
 
જોન હૉપકિન્સ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ વિશ્વમાં કૂલ કેસની સંખ્યા 11 લાખને સ્પર્શવા પર છે. જ્યારે 59 હજાર કરતાં વધુ મૃત્યુ થયાં છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર