છેલ્લા બે દિવસ ગુજરાત માટે ગંભીર, હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય

શુક્રવાર, 3 એપ્રિલ 2020 (15:40 IST)
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સહિત ભારતમાં 22માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના લક્ષણો બહાર આવવાનો ઈન્ક્યુબેશન પિરિયડ 5 એપ્રિલે પૂરો થતો હોવાથી હજુ ગુજરાત માટે 5 એપ્રિલ સુધીના દિવસો મહત્વના છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું છે ત્યારે લોકડાઉનનો કડકપણે અમલ થાય તે આવશ્યક છે.ગુજરાત આવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન્ટીન પિરિયડ 5 એપ્રિલે પૂરો થશે, કેમકે 22 માર્ચની છેલ્લી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના 14 દિવસ 5 એપ્રિલે પુરા થઈ રહ્યાં હોવાથી 5 તારીખ સુધી સાવચેતી રાખવી જરૂરી છે. પરંતુ ગુજરાત માટે ચિંતાની બાબત એ છે કે, વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય એ પહેલાં અમદાવાદ તો આખા દેશમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. તેમાં પણ ગુજરાતમાં પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વાળા કોરોના પોઝિટિવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે.આમ ગુજરાતમાં વિદેશ પ્રવાસીઓની હિસ્ટ્રી કરતા લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. તેમાં પણ હજુ સુધી આ ફેલાવો ક્લસ્ટર સુધી તો પહોંચી ગયો છે જો હજુ કડકાઈથી લોકડાઉન નહીં રહે તો આગામી દિવસોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ વધે તો ગુજરાતની સ્થિતિ અતિ ગંભીર બની શકે છે.આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ કહ્યું છે કે, ગુજરાત માટે હજુ 5 તારીખ સુધીના દિવસો મહત્વના છે. ખાસ કરીને લોકડાઉનમાં રહે તે હિતાવહ છે, કેમ કે ગુજરાતમાં કોરોના હજુ ત્રીજા સ્ટેજ સુધી પહોંચ્યો નથી. શહેરોની સાથે હવે ગુજરાતના ગામડાઓ સુધી પણ કોરોના ના પ્રસરે તે માટે આરોગ્ય વિભાગ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર