મેયરના રૂપમાં જોન્સન 2012માં ઑલિમ્પિકની વ્યવસ્થામાં સામેલ થયા હતા.
ઑલિમ્પિકના પ્લાનિંગ માટે વર્ષ 2005માં લંડનમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ઑલિમ્પિકને એક સફળ આયોજનના રૂપમાં માનવામાં આવ્યું હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ એક મોટી આર્થિક વૃદ્ધિ પ્રદાન કરી હતી.
જોકે, ઓલિમ્પિકની વિરાસત પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
જેમાં ઑલિમ્પિક સ્ટેડિયમને ફૂટબોલ મેદાનના રૂપમાં પરિવર્તિત કરવાની બાબત પણ સામેલ હતી.
બોરિસ જોન્સનના વેલ્સ સમર્થકોમાંના એક મૉનમાઉથના સાંસદ ડેવિડ ડેવિસે કહ્યું કે હવે બ્રેક્ઝિટનો કોયડો ઉકેલનાર વ્યક્તિ બહુ દૂર નથી.
તેમણે કહ્યું કે વેલ્સ માટે 'ઑવરરાઇડિંગ મુદ્દો' બ્રેક્ઝિટ છે.
અમેરિકાની CIAના જાસૂસોને ઈરાને મોતની સજા કરી
વિદેશસચિવ તરીકેનો કાર્યકાળ
બોરિસ જોન્સન બે વર્ષ વિદેશસચિવ પણ રહી ચૂક્યા છે.
બોરિસ જોન્સને નિર્ણય કર્યો હતો કે તેઓ વર્ષ 2016માં મેયર તરીકેનો પોતાનો કાર્યકાળ સમાપ્ત કરતાં પહેલાં સંસદમાં આવવા માગતા હતા.
એક સાંસદ તરીકે ફરી શરૂઆત કરનાર જોન્સને હીથ્રો હવાઈ અડ્ડાના વિસ્તરણનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે તેઓ બુલડોઝર સામે જુઠ્ઠું બોલશે.
જોકે, તેમની ગેરહાજરીમાં સાંસદોએ જૂન 2018માં હીથ્રો વિસ્તરણ પર મતદાન કર્યું, કેમ કે તેઓ અફઘાનિસ્તાનની સત્તાવાર યાત્રા પર હતા.
વર્ષ 2016માં જોન્સનને એ વખતના વડાં પ્રધાન થેરેસા મેએ વિદેશસચિવ નિયુક્ત કર્યા હતા.
બ્રિટનને આંજી દેનારા એ ભારતીય વૈજ્ઞાનિક જેઓ આજે વિસરાઈ ગયા
જીત પહેલાં વિરોધ
તો બોરિસ જોન્સનની સંભવિત જીતને પગલે વિરોધનો સૂર પણ જોવા મળી રહ્યો હતો.
સર ઍલન ડંકને બોરિસ જોન્સનની સંભવિત જીતને જોતાં વિદેશ કાર્યાલયના મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.
પોતાના રાજીનામાપત્રમાં તેમણે બ્રેક્સિટને 'એક કાળા વાદળ'ના રૂપમાં વર્ણવ્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમણે સાંસદો સાથે એક આપાતકાલીન સામાન્ય ચર્ચાની માગ કરવાનું છોડી દીધું છે, કેમ કે સાંસદોએ જોન્સનની 'સરકારની બનાવવાની ઇચ્છા'ને સમર્થન આપ્યું છે.