જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને તેની આસપાસનાં વિસ્તારોમાં શુક્રવારે થયેલા મોસમની પ્રથમ બરફની વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ખીણમાં સવારથી થઈ રહેલાં હિમવર્ષાને કારણે અડધો ફુટ બરફ જામી ગયો હતો. દરેક ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે.
હિમવર્ષાને કારણે વિજળી ડૂલ થઈ ગઈ હતી. તેમજ ટેલીફોન સેવા પર તેની અસર પડી હતી. પોલીસનાં જણાવ્યા મુજબ ભારે હિમવર્ષાને કારણે 434 કિલોમીટર લાંબો શ્રીનગર લેહ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. બિકોનનાં મુખ્ય અધિકારી ભૂટાનીએ જણાવ્યું હતું કે જો ભારે હિમવર્ષા થશે તો રાજમાર્ગ બંધ કરી દેવામાં આવશે. હિમવર્ષા બંધ થશે, ત્યારે તેને ખોલવામાં આવશે.
બારામુલ્લાથી મળતાં સમાચાર મુજબ પર્વતીય વિસ્તારોમાં ત્રણ ફુટથી વધુ બરફ જમા થઈ ગયો છે. હવામાન ખાતાની આગાહી છે કે વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સને કારણે હિમવર્ષા થઈ છે. જે આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.