સમુહ વિવાહ કરનાર દંપતિને નોકરી

વાર્તા

રવિવાર, 10 ફેબ્રુઆરી 2008 (19:02 IST)
ધાર(વાર્તા) મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં વસંતપંચમી નિમિત્તે યોજાનારા સામુહિક વિવાહ પ્રસંગે લગ્નગ્રંથીથી જોડાનારા નવદંપતિઓને આર્થીક સહાય તથા ખાનગી કંપનીમાં નોકરી આપવામાં આવશે તેવુ જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ.

ક્લેક્ટર ઉમાંકાતે કહ્યુ હતુ કે, મુખ્યમંત્રી કન્યાદાન યોજના અંર્તગત કાલે વસંતપંચમીના રોજ આયોજીત આ સામુહિક વિવાહ સમારોહમાં 200 જોડા લગ્નગ્રંથીથી જોડાશે. આ સમુહ લગ્ન મહોત્વમાં લગ્ન કરનાર દંપતિઓને આર્થીક સહાય તથા નોકરી આપવામાં આવશે તેવી જાહેરાત તેમણે કરી હતી. આ બાબતે ખાનગી કંપનીઓના સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા પ્રસાશને ગરીબ કન્યાઓ, વિધવાઓ તથા ત્યક્તાઓના સામુહીક વિવાહ કરાવવા માટે પીથમપુરના ખાનગી એકમોમાં નોકરી આપવાનો પ્રસ્તાવ પણ મુક્યો છે.

વેબદુનિયા પર વાંચો