Ram Mandir માટે 11 દિવસ ખાસ અનુષ્ઠાન કરશે પીએમ મોદી ઑડિયો સંંદેશમાં પોતે જાણકારી આપી

સોમવાર, 15 જાન્યુઆરી 2024 (11:24 IST)
- અયોધ્યામાં રામલલાના અભિષેકને હવે માત્ર 11 દિવસ બાકી છે.
- હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ.
- ભગવાને મને પવિત્રતા દરમિયાન તમામ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સાધન બનાવ્યું છે
 
Ram Mandir Ayodhya: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 22 જાન્યુઆરીને થનારા રામ મંદિરના ઉદ્ઘાટના ઉત્સવ માટે આમંત્રણ કરાયુ છે. તેને લઈને પીએમ મોદીએ જણાવ્યુ કે તે 11 દિવસ ખાસ અનુષ્ઠાન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આશરે 11 મિનિટનો ઑડિયો સંદેશ જારી કર્યુ છે. તેની શરૂઆત તેણે દેશવાસીઓને રામ રામ કહીને કરી. 
 
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠામાં માત્ર 11 દિવસ બાકી છે. તેમણે કહ્યું કે તેઓ આ શુભ અવસરના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છે
 
પીએમ મોદીનો ઓડિયો સંદેશ
ઓડિયો સંદેશ જાહેર કરતા પીએમ મોદીએ કહ્યું કે હું તમામ લોકોના આશીર્વાદ માંગુ છું. આ ક્ષણે, મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર