Ayodhya's Ram Mandir- રામ લલ્લાનો અભિષેક કરશે PM મોદી - રામ મંદિર ટ્રસ્ટ આવતા વર્ષે મકરસંક્રાંતિના તહેવાર પર અથવા તેની આસપાસ રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ટ્રસ્ટના સભ્યોની તાજેતરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.