Ram-Lalla Pran Pratishtha: રામ મંદિમાં પ્રાણ-પ્રતિષ્ઠાની તારીખ જાહેર, જાણૉ અયોધ્યામાં ક્યારેથી દર્શન કરી શકશે ભક્ત

શુક્રવાર, 28 એપ્રિલ 2023 (14:39 IST)
Ram-Lalla Pran Pratishtha: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર નિર્માણાધીનમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ને થશે. આ વિશે જાણકારી ઉત્તર પ્રદેશના નાણામંત્રી અને સંસદીય કાર્ય મંત્રી સુરેશ કુમાર ખન્નાએ ટ્વીટ કરીને આપી. મંત્રી સુરેશ ખન્નાએ ટ્વીટ કર્યુ કે "22 જન્યુઆરી ગર્ભગૃહમાં થશે રામલલાની પ્રાણ પતિષ્ઠા જય શ્રી રામ"। ટ્રસ્ટએ આશા જાહેર કરી છે કે આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી પણ હાજર રહેશે. રામ મંદિરના કાર્ય અત્યારે 60 ટકા પૂર્ણ થઈ ગયુ છે. 
 
તમને જણાવીએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્ર્સ્ટ સમિતિની 2 દિવસીય બેઠક શુક્રવારે શરૂ થઈ છે. તે પછી ખન્નાનુ ટ્વીટ સામે આવ્યો છે. રાઅ મંદિરમાં નવી અને જૂની બન્ને રામ મૂર્તિઓની સ્થાપના કરવાની યોજના બની ગઈ છે. 


સૂર્યના કિરણો રામલલાની મૂર્તિને અભિષેક કરશે
રામ મંદિરના ગર્ભગૃહને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે રામનવમીના દિવસે સૂર્યના કિરણો રામલલાની મૂર્તિ પર સીધો અભિષેક કરે છે. તે દિવસે સૂર્યના કિરણો શ્રીરામના કપાળ પર 5 મિનિટ સુધી રહેશે. તેને 'સૂર્ય તિલક' કહેવામાં આવે છે.

60 મિલિયન વર્ષ જૂના પથ્થરમાંથી બનેલી શ્રીરામની મૂર્તિ
ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓ બનાવવા માટે શાલિગ્રામના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિઓ બનાવવા માટે વપરાયેલા પત્થરો નેપાળથી લાવવામાં આવ્યા છે. આ પથ્થરો લગભગ 60 મિલિયન વર્ષ જૂના છે અને નેપાળની કાલી ગંડકી નદીમાં મળી આવ્યા હતા. ભગવાન રામની મૂર્તિની ઊંચાઈ 5 થી 5.5 ફૂટની વચ્ચે હશે. ભગવાન રામની ઊંચાઈ એવી રીતે પસંદ કરવામાં આવી છે કે રામ નવમીના દિવસે સૂર્યના કિરણો સીધા ભગવાન રામના કપાળ પર પડે છે. આ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની સ્થાપના કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર