ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ બાદ વડોદરાના મહામંત્રીએ રાજીનામું આપતાં રાજકીય ખળભળાટ

શનિવાર, 5 ઑગસ્ટ 2023 (14:39 IST)
Sunil Solanki resigns
ભાજપ પ્રદેશ મહામંત્રીના રાજીનામાં બાદ વડોદરાના મહામંત્રીની રાજીનામાથી ભાજપમાં ભાંજગડ
 

ભાજપ શહેર મહામંત્રીના રાજીનામાંથી કાર્યકર્તાઓમાં અટકળો: પ્રદેશ કક્ષાએ જવાબદારી સોંપે તેવી શક્યતા
 
Sunil Solanki resigns ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રીના રાજીનામાં બાદ આજે વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દીધું છે તેવી જાહેરાત થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે તેઓએ રાજીનામું આપ્યું છે કે પછી પાર્ટી દ્વારા આચકી લેવામાં આવ્યું છે.
 
સંગઠન મંત્રીને અંગત કારણોસર રાજીનામું આપી દીધું
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યાની વાત આજે શરૂ થતા તેના પગલે વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ પણ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીને અંગત કારણોસર રાજીનામું આપી દીધાની સત્તાવાર જાહેરાત શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કરતા ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
 
 શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીનું રાજીનામું
વડોદરાના પૂર્વ મેયર અને હાલના શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકી એ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મંત્રીને રાજીનામું આપી દીધાની વાત વહેતી થતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે તાજેતરમાં જે રીતે મેયર વિરુદ્ધ નનામી પત્રિકા બહાર પાડનાર ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લીમ્બાચીયા અને તેના સંબંધી ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થતાં ધરપકડ પણ થઈ હતી જેથી ભાજપની છબી ખરડાઈ રહી છે સાથે સાથે મહામંત્રી વિરુદ્ધ વડોદરાના એક ધારાસભ્ય અવારનવાર પ્રદેશ પ્રમુખને ફરિયાદો કરતા રહ્યા હતા.બીજી બાજુ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શહેર ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓને પ્રદેશ કક્ષાએ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર