ગુજરાતના આ ગામમાં લોકો આખી રાત સૂઈ નથી શકતા

શુક્રવાર, 3 માર્ચ 2017 (13:00 IST)
ગુજરાતના સોમનાથ જીલ્લાના ગામ નાવદરાના લોકો આ સમયે દહેશતમાં છે. તેમના ગામમાં વાઘે પોતાનો અડ્ડો જમાવી લીધો છે. બુધવારની રાત્રે આ વાઘનું  એક ટોળુ ગાયને મારીને ખાઈ ગયુ હતુ. 
 
લોકોનુ કહેવુ છે કે વાઘનો એક પરિવાર ગામમાં ઘુસી આવ્યો છે અને ગાયને ખાધા પછી આ બધા એક બગીચામાં આવીને બેસી ગયા. 
 
ગામની આસપાસ સીસીટીવી કેમેરા લગાવ્યા છે જેમા વાઘ ફરતા સ્પષ્ટ દેખાય રહ્યા છે. 
 
ગામના લોકોનુ કહેવુ છે કે અહી રાત્રે વાઘ આવવા માંડ્યા છે અને આખી રાત તેમની ગર્જનાને કારણે રાત્રે લોકો ભયના કારણે સૂઈ શકતા નથી. 
 
 
પરિસ્થિતિ એ છે કે સાંજે જ લોકો પોતાના ઘરમાં કેદ થઈ જાય છે અને કોઈ કામ હોય છે તો પણ ઘરની બહાર નીકળવાની હિમંત થતી નથી. 
 
ગીરના જંગલોના આ વાઘ રોજ કોઈને કોઈ જાનવરનો શિકાર કરી રહ્યા છે. ગ્રામીણોનુ કહેવુ છે કે સરકાર વાઘના સંરક્ષણ માટે ઢગલો વ્યવસ્થા કરી રહી છે પણ માણસોની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે એ બાજુ કોઈનુ પણ ધ્યાન જતુ નથી. 

વેબદુનિયા પર વાંચો